સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસમાં ભાજપ પ્રમુખની 3 વખત રજત તુલા કરવામાં આવી

0
0

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત પ્રવાસે નીકળ્યા છે ત્યારે સંગઠનને મજબૂત બનાવવાની સાથે પાટીલે ગુજરાત ભાજપને રિચાર્જ કરવાની મુહિમ ઉપાડી છે. તો બીજી બાજુ પાટીલ પોતે પણ મૂલ્યવાન બનવા લાગ્યા છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલની ત્રણ વખત રજત તુલા કરવામાં આવી. લગભગ 400 કિલો ચાંદી સાથે 3 વાર ચાંદીએ તોલાયેલા પાટીલને પણ ચાંદી ચાંદી જ થઈ ગઈ હોવાનું પક્ષના નેતાઓ માની રહ્યા છે.

ખોડલધામ ખાતે તેમની રજત તુલા કરવામાં આવી

ગુજરાત ભાજપના નવા પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન લેઉવા પટેલના યાત્રાધામ ખોડલધામ ખાતે તેમની રજતતુલા કરવામાં આવી ત્યારે 100 કિલો ચાંદી સામે વજન થયાનું જાહેર કરાયું હતું.

પાટીલની 75 કિલો ચાંદી સાથે રજત તુલા કરવામાં આવી

ત્યાર બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન મહેસાણાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની 75 કિલો ચાંદી સાથે રજતતુલા કરવામાં આવી, આજ રીતે ઉત્તર ગુજરાતમાં સમસ્ત રબારી સમાજ દ્વારા વાળીનાથ મંદિરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની 101 કિલોની રજત તુલા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here