ડચમાં જાહેરમાં નકાબ કે બુરખા પહેરવા ઉપર મુકાયો પ્રતિબંધ

0
62

હેગ : નેધરલેન્ડમાં નકાબ અથવા ચહેરો ઢંકાય તેવા બુરખા પહેરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે જાહેર જગ્યા એટલે પબ્લિક બિલ્ડિંગ અને ટ્રાન્સપોર્ટ જેવી જગ્યાએ મુસ્લિમ મહિલા નકાબ બહેરી શકશે નહિં. ઉલ્લેખનીય છે કે, ૧૭૦ લાખની વસ્તી ધરાવતા દેશમાં આશરે ર૦૦થી ૪૦૦ મહિલાઓ નકાબ અથવા બુરખાનો ઉપયોગ કરે છે.

આ વિષય પર એક દાયકાથી પણ

વધારે રાજકીય ચર્ચા પછી ડચે જૂન ર૦૧૮ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. સર્વ પ્રથમ ર૦૦પમાં ફેર રાઈટ પોલિટિશિયન ગીરટ વાઈલ્ડર્સે ચહેરો ઢકનાર નકાબને પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તાજેતરમાં વાઈલ્ડર્સે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, તેમનુ માનવુ છે કે હવે તેને વધુ એક કદમ આગળ વધીને વિચારવુ જોઈએ. ડચની ઈન્ટિરિયર મિનિસ્ટ્રી અહેવાલ જાહેર કરી જણાવ્યુ કે, હવે શૈક્ષણિક, જાહેર જગ્યા, હોસ્પિટલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચહેરો ઢંકાય એવા કપડા પહેરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સાર્વજનિક જગ્યાએ લોકોને સરળતાથી ઓળખી શકાય તેમ હોવુ જોઈએ. તેથી ફેસ કવર કરનાર હેલ્મેટ્સ અથવા હુડ્સ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તેનું ઉલ્લંઘન કરનાર પાસેથી ૧પ૦ યુરોનો દંડ વસુલવામાં આવે છે. હવેથી ડચમાં જાહેર જગ્યાએ બુરખા અથવા નકાબ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ ર૦૧૦માં ફ્રાન્સ પ્રતિબંધ મુક્યો હતો. આ ઉપરાંત બેલ્જિયમ, ડેનમાર્ક અને ઓસ્ટ્રીયામાં પણ બુરખા અથવા નકાબ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here