ડયુટી-ફ્રી દારૂ ઉપર નિયંત્રણ અને સિગારેટ ઉપર તોળાતો પ્રતિબંધ

0
22

એરપોર્ટ પરથી ડયુટી ફ્રી સિગરેટ અને શરાબની ખરીદી પર ટૂંક સમયમાં નિયંત્રણો અને પ્રતિબંધની શકયતા છે. ભારત આયાતી સિગરેટનું વેચાણ બધં કરવા માગે છે અને શરાબનો કવોટા અડધો કરવા માગે છે. અત્યારે દારૂની બે બોટલ લાવી શકાય છે જે એક થઈ શકે છે. સરકારના મતે આ બધુ બિનજરૂરી આયાત છે.

કોમર્સ વિભાગે આ હિલચાલની દરખાસ્ત કરી છે. આ સિવાય વિદેશથી મળતી ભેટ સોગાદ ઉપર પણ પ્રતિબધં આવી શકે છે. બિન આવશ્યક ચીજોની આયાતથી વ્યાપાર ખાધ વધતી હોવાની ફરિયાદ છે. ભારતમાં હાલમાં પ્રવાસી દીઠ બે લિટર શરાબ અથવા વાઇન ખરીદી શકાય છે. આ ઉપરાંત ૧૦૦ સિગરેટ અથવા ૨૫ સિગાર અથવા ૧૨૫ ગ્રામ તમાકુની છુટ છે. તેનથી ઉપર ખરીદી કરવામાં આવે તો વાસ્તવિક ટેકસ પર ૪૫ ટકા ટેકસ લાગુ થાય છે. એક અધિકારીએ કહ્યું કે અમે ડયુટી ફ્રી પ્રોડકટની આયાત પર નિયંત્રણ મૂકવા માગીએ છીએ જે અનાવશ્યક આયાત હોય છે. સરકાર પાસે ડયુટી ફ્રી ચેનલથી થયેલી આયાતનો ડેટા નથી. પરંતુ શરાબ, સિગરેટ, ચોકલેટ અને પરફયુમની એરપોર્ટ સ્ટોર પરથી સૌથી વધી ખરીદી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here