Monday, September 20, 2021
Homeકર્તવ્ય સંસ્થાએ વલસાડના મધુબન ડેમની આજુબાજુ સફાઈ હાથ ધરી, દોઢસો કીલો કચરો...
Array

કર્તવ્ય સંસ્થાએ વલસાડના મધુબન ડેમની આજુબાજુ સફાઈ હાથ ધરી, દોઢસો કીલો કચરો બે કલાકમાં એકઠો કર્યો

દાદરા નગર હવેલીની કર્તવ્ય એનજીઓ વાઈલ્ડ લાઈફ ટીમ અને ઇકો રાઈડર્સના સાયકલીસ્ટના સહયોગ દ્વારા મધુબન ડેમની આજુબાજુ સહેલાણીઓ દ્વારા ફેલાવવામા આવતો કચરો સાફ સફાઈની જવાબદારી ઉઠાવી હતી. પ્રદેશમા છેલ્લા દસ વર્ષથી કાર્યરત કર્તવ્ય એનજીઓના સભ્યો સાયકલ દ્વારા સેલવાસ ચાર રસ્તાથી મધુબન ડેમ પર પહોચ્યા હતા. સંસ્થાના 20 લોકોની ટીમે બે કલાકમા અંદાજીત દોઢસો કિલો જેટલો કચરો ડેમ અને આજુબાજુના વિસ્તારમાંથી એકત્ર કર્યો હતો જેમા વધુ પડતા બીયરના ટીન અને પાણીની પ્લાસ્ટીકની બોટલો પોલીથીન બેગ, ખાદ્ય સામગ્રીના પેકેટ મળી આવ્યા હતા.

વરસાદના મૌસમમા કુદરતી નજારો જોવા પ્રવાસીઓ પોતાના પરિવારો સાથે ડેમ પર આવે છે. જેઓ પોતાની નૈતિક જવાબદારી ભુલી પોતાનો કચરો ત્યા જ છોડી જાય છે. જેના કારણે પ્રકૃતિના વચ્ચે ગંદકીનુ સામ્રાજ્ય બની જાય છે. જે સમયે વરસાદ પડવાને કારણે ડેમમા પાણીનુ સ્તર ઉંચુ આવે છે ત્યારે આ કચરો દમણગંગા નદી દ્વારા સમુદ્ર સુધી પહોંચે છે, જેના કારણે સમુદ્રી જીવ માછલીઓ, કાચબાને ભારે નુકસાન થાય છે અને આ કચરો હજારો વર્ષ સુધી માઈક્રો પ્લાસ્ટીકમા તબદીલ થઇ પાણીને પણ નુકસાન કરે છે. આ બધી પરેશાનીથી પ્રકૃતિને બચાવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે અને ફિટનેશને પ્રોત્સાહન આપવા માટે દરેક સભ્યએ સેલવાસથી મધુબન ડેમ સુધી સાયકલનો ઉપયોગ કર્યો કર્તવ્ય એનજીઓ અને ઇકો રાઈડર્સ ટીમ લોકોને અપીલ કરે છે કે પોતાની નૈતિક જવાબદારી સમજો અને નિભાવો તેઓ જ્યા પણ જાય ત્યા સ્વચ્છતાનુ પાલન કરે અને પોતપોતાનો કચરો સાથે લઇ જઈ નજીકની કચરાપેટીમા નાખે. આ સ્વચ્છતા અભિયાનમા નિપુણ પંડયા, અંજુબેન દેસાઈ, પાલિકા સભ્ય હિતેશ પટેલ, સ્માર્ટ સિટીની સાયકલિંગ મેયર સ્વરૂપા શાહ, એમ્બેસેડર અબ્દુલ ખાન સહિત સંસ્થાના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments