દ્વારકા : ગોવાને પણ ટક્કર આપે તેવી રીતે શિવરાજપુર બિચનો વિકાસ કરાશે

0
36

દ્વારકા:ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આટલો લાંબો દરિયા કિનારો હોવા છતાં ગુજરાત પાસે અન્ય રાજ્યોની જેમ બીચ ડેસ્ટીનેશન નથી. ગુજરાતમાં ગોવા કે બાલી જેવા ટુરીઝમ બીચ નથી કે જેને કારણે પ્રવાસીઓને આકર્ષી શકાય. આટલા લાંબા દરિયાકિનારાનો લાભ લેવા સીએમ વિજય રુપાણીએ વિવિધ દરિયાકાંઠાનો અભ્યાસ કરવા અને ક્યાં બીચને વર્લ્ડ ક્લાસ ડેવલપ કરી શકાય તેમ છે તેનો ડિટેઇલ રિપોર્ટ સોંપવા રાજ્યના ટુરિઝમ વિભાગને આદેશ કર્યો હતો. જે અંતર્ગત દ્વારકા પાસેના શિવરાજપુરની પસંદગી થઇ છે. જેથી હવે ગોવાને પણ ટક્કર આપે તે રીતે શિવરાજપુર બીચનો વિકાસ કરવામાં આવશે.

તમામ બીચના અભ્યાસ બાદ શિવરાજપુર બીચની પસંદગી કરાઈ
ક્રુઝ ટુરિઝમ અને બીચ ટુરિઝમ જે પ્રવાસીઓનું આકર્ષણ હોય છે. ભારતમાં ગોવા અને કેરાલાના કોવાલમ જેવા બીચ દેશવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. જો ગુજરાત સરકાર પણ આ પ્રકારનું ટુરિઝમ વિકસાવે તો ઘણો ફાયદો થઈ શકે તેમ છે અને દરિયાકાંઠાના વિસ્તારોને ટુરીઝમનો વિશેષ લાભ મળી શકે. વિજય રૂપાણીએ ગુજરાતના વિવિધ બીચના અભ્યાસ કર્યા બાદ દ્વારકા પાસેના શિવરાજપુરની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં આ બીચનો અન્ય રાજ્યોની જેમ વિકાસ કરવામાં આવશે. .

શિવરાજપુરની પસંદગી પાછળના વિશેષ કારણો

  • શિવરાજપુરનો દરિયાકાંઠો સુરક્ષિત છે
  • કાંઠાની લંબાઇ વધુ છે
  • ક્રીસ્ટલ કલીયર પાણી છે
  • પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો છે
  • યુનાઇટેડ નેશન્સ તરફથી બ્લુય ફ્લેગ પ્રાપ્ત થયેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here