Wednesday, September 29, 2021
Homeદ્વારકા : છેલ્લા 12 કલાકમાં બન્ને દીકરીઓનાં મોત નીપજતાં પરિવારમાં શોકનો...
Array

દ્વારકા : છેલ્લા 12 કલાકમાં બન્ને દીકરીઓનાં મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં એક પરિવારની બે બહેનોનાં 12 કલાકનાં અંતરે મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. બન્ને બહેનોનાં શરીરનો રંગ લીલો પડી ગયો હતો. બે દિવસ પૂર્વે સતાર પરિવારની બન્ને બહેનો નિદ્રાધીન અવસ્થામાં હતી, એ સમયે બન્નેને ઝેરી સાપે દંશ માર્યો હોવાની આશંકા છે. જોકે પીએમ રિપોર્ટ બાદ જ બન્નેનાં મોતનું કારણ જાણી શકાશે.

સાપ કરડ્યો હોવાની હોવાનું પ્રાથમિક અનુમાન

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા સાજીદ અબ્દુલ સત્તાર એક વેપારી છે. તેમની બન્ને દીકરીઓનાં દ્વારકાછે. સાપે દંશ માર્યો હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. બન્ને બહેનોને સાપ કરડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સાથે મૃતદેહોને પીએમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સવારે બન્ને બહેનોએ કંઇ હલચલ ન કરતાં હોસ્પિટલ ખસેડાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે રહેતા સાજીદ અબ્દુલ સતારની 14 વર્ષીય પુત્રી સબીહાં અને 9 વર્ષીય પુત્રી ઇન્શા ગત તા. 28મીના રાત્રે ભોજન લીધા બાદ સૂઈ ગઈ હતી. સવાર બંને બહેનોને જગાડવાનો પ્રયાસ કરતાં જાગી ન હતી. એને લઈને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 12 કલાકના અંતરે બંને બહેનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

પાંચ દિવસ પહેલાં ગીર-સોમનાથમાં બે માસૂમ બહેનોનાં સર્પદંશથી મોત થયાં હતાં

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધાર ગામમાં સર્પ કરડવાને કારણે બે માસૂમ બહેનોનાં મોત નીપજ્યાનો કરુણ બનાવ બન્યો હતો. રાત્રિના સમયે ઊંઘી રહેલી બે માસૂમ બહેનોને સર્પે ડંખ મારતાં સવારના સમયે બંનેની તબિયત લથડી હતી. પરિવારજનો બંને બહેનોને હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં ડોકટરે મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ ફાટ્યું હતું. માસૂમ દીકરીઓના અકાળે અવસાન થતાં નાનાએવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments