Tuesday, October 26, 2021
HomeDyDDO પત્નીને દારૂડિયા પતિએ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો
Array

DyDDO પત્નીને દારૂડિયા પતિએ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદઃ રાજપીપળામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અને કરજણ કોલોનીમાં રહેતા ગીતાંજલિ અમીનનું તેના દારૂડિયા પતિ સુનીલકુમાર અમીને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્નજીવનમાં ભંગાણ ન પડે અને બે પુત્રીનું ભવિષ્ય ન બગડે તે માટે મહિલા અધિકારી 15 વર્ષથી દારૂડિયા પતિનો શારીરિક-માનસિક ત્રાસ સહન કરી રહ્યા હતા, પરંતુ પતિએ ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરીને બંને પુત્રીને પણ મારી નાખવાની ધમકી આપતા તેમણે તેમના ભાઈઓને જાણ કરી હતી અને તેઓ આવીને તેમને લઈ ગયા હતા.

ગીતાંજલિનાં લગ્ન 2003માં ચાંદખેડાના શ્યામ બંગ્લોઝમાં રહેતા સુનીલકુમાર અમીન સાથે થયાં હતાં. સુનીલે દારૂ પીને ઘરે આવીને મારઝૂડ કરવાનું શરૂ કરતા આ અંગે ગીતાંજલિએ તેમના સસરાને ફરિયાદ કરી હતી, પરંતુ તે પણ સુનીલનો પક્ષ લેતા હતા. 2011માં ગીતાંજલિને સરકારી નોકરી મળતા પતિ અને બે પુત્રીને લઈને અલગ રહેવા જતાં રહ્યાં હતાં. ગત 6 જાન્યુઆરીએ સુનીલે ગીતાંજલિ સાથે ઝઘડો કરીને દારૂની લત નહીં છોડવા કહ્યું હતું અને ગીતાંજલિના મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments