Sunday, October 17, 2021
HomeDySP હજુ લાપતા, રાઠોડના સસરા સામે ગુનો નોંધાશે
Array

DySP હજુ લાપતા, રાઠોડના સસરા સામે ગુનો નોંધાશે

અમદાવાદ: પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના કેસમાં આરોપી એન. પી. પટેલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં ક્રાઇમ બ્રાંચ આ કેસમાં ગેરકાયદે હથિયાર રાખવાનો ગુનો નોંધવા જઈ રહી છે. દેવેન્દ્રસિંહે જે રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી તે તેમના સસરાની હોવાથી આગામી દિવસોમાં પોલીસ આ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરશે.

પોલીસ ફરિયાદમાં કરાયેલા આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેવેન્દ્રસિંહના શરીરના અમુક અવશેષ અને નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયાં છે, જેના રિપોર્ટમાં ડીવાયએસપી એન.પી.પટેલ પર કરાયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આરોપમાં કેટલું તથ્ય છે તે જાણી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments