Wednesday, September 29, 2021
Homeઇ-કોમર્સ : અરજી પર સહી કરીને AWS સામે બદમાશી અને પૂર્વગ્રહના આક્ષેપ...
Array

ઇ-કોમર્સ : અરજી પર સહી કરીને AWS સામે બદમાશી અને પૂર્વગ્રહના આક્ષેપ કર્યા

દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનના ક્લાઉટ કમ્પ્યૂટિંગ યુનિટ એમેઝોન વેબ સર્વિસીસે (AWS) ઉત્પીડન અને ભેદભાવના આરોપોની તપાસ આરંભી દીધી છે. મોટી વાત એ છે કે આ મામલે તપાસ બહારની એક કંપની કરશે, કેમ કે એમેઝોનના 500થી વધુ કર્મચારીઓએ એક અરજી પર સહી કરીને AWS સામે બદમાશી અને પૂર્વગ્રહના આક્ષેપ કર્યા છે.

અરજી એમેઝોનના નવા સીઇઓ એન્ડી જેસી, AWSના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સીઇઓ એડમ સેલિપ્સ્કીને મોકલાઇ હતી. તેમાં આક્ષેપ કરાયો છે કે ભેદભાવના દાવાની તપાસ કરવા માટેની એમેઝોનની સિસ્ટમ યોગ્ય અને પારદર્શી નથી. અરજીમાં મેમાં એમેઝોન વેબ સર્વિસીસમાં એક સમલિંગી કર્મચારી સિન્ડી વોર્નરને પણ ટાંકવામાં આવ્યા છે. વોર્નરે એક મેનેજર સામે હોમોફોબિક ટિપ્પણી કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે તે પછી તેને નોકરીમાંથી કાઢી મુકાયો. જોકે, એમેઝોનના એક પ્રવક્તાના જણાવ્યાનુસાર તપાસમાં વોર્નરના આક્ષેપ નિરાધાર જણાયા.

તદુપરાંત, અરજીમાં ગ્રૂપના પૂર્વ કર્મચારી લૉડન વિલિયમ્સની ગત ઉનાળામાં કરાયેલી લિન્ક્ડઇન પોસ્ટનો પણ ઉલ્લેખ છે. તેમાં વિલિયમ્સે લખ્યું હતું કે તેમણે જાતીય ભેદભાવને કારણે ચિંતા છોડી છે. ગત મે મહિનામાં પણ પાંચ મહિલાઓએ કંપની સામે વંશીય અને જાતીય ભેદભાવનો કેસ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments