આવકવેરા વિભાગના પોર્ટલમાં 1થી 6 જૂન સુધી ઈ-ફાઈલિંગ નહીં થાય

0
5

આવકવેરા વિભાગ 7 જૂને એક નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ લોન્ચ કરશે. ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સના અનુસાર, તેના કારણે 1 જૂનથી 6 જૂન સુધી જૂનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે. પોર્ટલ કરદાતાઓ તેમજ વિભાગના અધિકારીઓ માટે પણ ઉપલબ્ધ નહીં થાય.

1 જૂન પહેલા પતાવી લો કામ

આવકવેરા વિભાગે કરદતાઓ અને અધિકારીઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ સંબંધિત કામ 1 જૂન પહેલા પતાવી લેવા માટે કહ્યું છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ સુનાવણી અને ફરિયાદ 10 જૂન બાદ જ લે. CA અભય શર્માના અનુસાર, આવકવેરા વિભાગનું કામ સંપૂર્ણ ડિજિટલ થઈ ગયું છે. તેથી આવકવેરા વિભાગ પોતાના પોર્ટલને અપડેટ કરી રહ્યું છે.

7 જૂન 2021થી બદલાઈ જશે ITR ફાઈલ કરવાની વેબસાઈટ

ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સ અનુસાર, ITR ભરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021થી બદલાઈ જશે. 7 જૂનથી તે http://INCOMETAX.GOV.IN થઈ જશે. અત્યારે તે http://incometaxindiaefiling.gov.in છે.

31 જુલાઈ સુધી નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાનું છે

નાણાકીય વર્ષ 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધી ફાઈલ કરવાનું છે. આ તારીખ સુધી ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા પર તમારે કોઈ વધારાનો ચાર્જ નહીં આપવો પડે.

શું ફેરફાર થઈ રહ્યા છે

CA અભય શર્માના જણાવ્યા પ્રમાણે, આવકવેરા વિભાગ સમયાંતરે પોતાની વેબસાઈટને વધુ સુવિધાજનક અને ઈ-ફાઈલિંગની પ્રોસેસને સરળ બનાવવા માટે વેબસાઈટને અપડેટ કરતી રહે છે. જો કે, આ વખતે તેમાં શું ફેરફાર થશે તે અંગે હજી કોઈ જાણકારી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here