Tuesday, September 21, 2021
Homeવડોદરા : દિવાળીની વહેલી સવાર અમી છાંટણાથી ભીંજાઇ ગઇ, ફટાકડાના વેપારીઓ મૂંઝવણમાં...
Array

વડોદરા : દિવાળીની વહેલી સવાર અમી છાંટણાથી ભીંજાઇ ગઇ, ફટાકડાના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા

વડોદરાઃ વિદાય લેતા વિક્રમ સંવત-2075ના અંતિમ દિવસની વડોદરાની વહેલી સવાર અમી છાંટણાથી ભીંજાઇ ગઇ હતી. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા એકાએક પલટાને પગલે મોડી રાતથી શહેરમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને પગલે ઠંડીનો માહોલ થઇ ગયો હતો. સવારે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં ફટાકડાના વેપારીઓ ચિંતાતૂર બની ગયા હતા.

વરસાદથી બચાવવા દોડધામ

વેપારીઓએ ફટાકડાને વરસાદથી બચાવવા દોડધામ કરી મુકી હતી. આ વખતે મંદિના કારણે રીટેલ ફટાકડા બજારમાં 50 ટકાથી પણ ઓછો વેપાર થયો છે. ત્યારે આજે સવારે વરસાદી માહોલ સર્જાતા વેપારીઓની મુંઝવણમાં મુકાઇ ગયા હતા. આજે ફટાકડાના વેચાણ માટેના છેલ્લા દિવસે પણ જો વરસાદ વિઘ્નરૂપ બનશે, તો વેપારીઓને ભારે આર્થિક ફટકો પડવાની શક્યતાઓ છે.

બજાર ઉપર પણ અસર જોવા મળી

સવારે ઝરમર ઝરમર વરસાદ પડતા ફટાકડા બજારની સાથે અન્ય બજાર ઉપર પણ અસર જોવા મળી હતી. નાની-મોટી ચિજવસ્તુઓ ખરીદવા માટેના મુખ્ય બજાર ગણાતા મંગળબજારના પથારા-લારીઓવાળાઓમાં વરસાદ પડતા માલ-સામાન બચાવવા દોડધામ કરી મુકી હતી. તો વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે ઉમેટી પડેલા લોકો પણ વરસાદથી બચવા દોડધામ કરી મુકી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments