બહુચરાજી માં તંત્રની આંખમાં ધૂળ નાખી વહેલી સવારે થાય છે ગુટખાનું ધૂમ વેચાણ

0
17
  • વેપારીઓ કાળાબજાર કરી રહ્યા છે, છતાં તંત્રનાં આંખ મીચામણાં
  • તમાકુના વ્યસનીઓ હવે પાન-ગલ્લાના ચક્કર લગાવવા લાગ્યા

બહુચરાજી : 14 એપ્રિલ સુધી લોકડાઉનમાં પાન-બીડી- ગુટખા અને સિગારેટ વેચતી દુકાનો અને ગલ્લા ખુલ્લા રાખવા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસની મહેરબાનીથી ગુટખા સહિતનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો છે. બહુચરાજી તેમજ આસપાસના ગામોમાં ખાનગીમાં પાન મસાલા તેમજ ગુટખા ઊંચા ભાવે માગો તેટલા પ્રમાણમાં મળી રહે છે. બહુચરાજી ટાઉનમાં કાળાબજારીયા તંત્રની આંખમાં ધૂળ નાખી વહેલી સવારે 5-6 વાગે દુકાનો ખોલી નાના વેપારીઓને ગુટખા, પાન-મસાલા તેમજ તમાકુ ઊંચા ભાવે વેચાણ આપે છે. આ વેપારીઓ ગામડામાં મનમાગ્યા ભાવે વેચી તગડો નફો કમાઇ રહ્યા છે. તેમના માટે તો લોકડાઉન બખ્ખા સમાન છે.

પાન-મસાલા અને ગુટખા વેચવા અવનવા નુસખા

પોલીસની નજરમાંથી બચવા કાળાબજારીયા ગુટખા અને પાન-મસાલા મહેસાણાથી આવતા દૂધ સહિતના વાહનોમાં મગાવે છે. તો આ માલ વહેલી સવારે જ ગામડાના નાના વેપારીઓને વેચી મારે છે. કેટલાક લોકો તો વાહનમાં ભરી ગામડામાં વેચવા જાય છે.

સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા

લોકડાઉનમાં પાન-મસાલા અને ગુટખાનું વેચાણ પહેલાં જેટલું જ થઇ રહ્યું છે. ફરક એટલો છે કે તે જાહેરમાં નથી મળતું. ખાનગીમાં વેચતા આવા વેપારીઓને ત્યાં પોલીસ રેડ તો કરે છે પણ પાન-મસાલા અને ગુટખાનો સામાન જપ્ત કરી થોડોઘણો ચોપડે બતાવવા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here