Sunday, November 28, 2021
Homeબિઝનેસ કરવાની તક : જિયો-બીપી પેટ્રોલ પંપના માલિક બનીને કમાણી કરો, ટૂંક...
Array

બિઝનેસ કરવાની તક : જિયો-બીપી પેટ્રોલ પંપના માલિક બનીને કમાણી કરો, ટૂંક સમયમાં દેશમાં જિયોના 3500 પેટ્રોલ પંપ ખુલશે

નવી દિલ્હી. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ હવે ‘જિયો-બીપી’ (Jio-BP) બ્રાન્ડનેમથી ઇંધણનું વેચાણ શરુ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે જિયો પેટ્રોલ પંપ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આવનારા કેટલાંક વર્ષોમાં આખા દેશમાં જિયો-બીપી નામથી 3500 નવા પેટ્રોલ પંપ ખોલશે. જો તમે પણ પેટ્રોલ પંપ લેવાની યોજના બનાવી રહ્યા હો તો આ સારી તક છે.

રિલાયન્સ પેટ્રોલ પંપ ખોલવા માટે અહિ અરજી કરો

કંપનીએ આ પેટ્રોલ પંપ વિશે બધી માહિતી ઓફિશિયલ વેબસાઈટ  https://www.reliancepetroleum.com/businessEnquiry  પર આપી છે. અહિ તમે તમામ જાણકારી મેળવી શકો છો. પેટ્રોલ પંપ સિવાય તમે લુબ્રિકન્ટ્સ, ટ્રાન્સ કનેક્ટ ફ્રેન્ચાઈઝી, A1 પ્લાઝા ફ્રેન્ચાઇઝી, એવિએશન ફ્યુલથી લઇને અન્ય કંપની સાથે કામ કરી શકો છો.

21થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે

જો તમે ફ્રેન્ચાઇઝી માટે ઉત્સુક છો તો કંપનીની વેબસાઈટ પર અરજી કરી શકો છો. તેના માટે તમારે કંપનીને બેઝિક જાણકારી આપવાની રહેશે. તેમાં નામ, ફોન નંબર, એડ્રેસ, જે શહેરમાં માટે પેટ્રોલ પંપ ખોલવો હોય તેનું નામ અને તમે શું કામ કરો છો જેવી જાણકારી આપવી પડશે. આ ઉપરાંત આખા દેશમાં પેટ્રોલ પંપ ખોલવાના જે નિયમો છે તે આ કેસમાં પણ લાગુ પડશે. પેટ્રોલ પંપ ખોલવા માટે 21થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિને લાઈસન્સ મળશે. ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ પણ ફરજીયાત આપવું પડશે.

જિયો-બીપી પેટ્રોલ પંપ માટે અરજી કરવા પર કંપની તમારા દસ્તાવેજોને વેરિફાઇ કરશે. આ દરમિયાન તમારી જમીનનું નિરીક્ષણ કરવામાં આવશે. નિરક્ષણ પછી જો કંપનીને તે જગ્યા યોગ્ય લાગે છે તો 1 મહિનાની અંદર ડીલરશિપની ઓફર મળી જશે.

60 હજાર લોકોને રોજગાર મળશે

જિયો-બીપી પેટ્રોલ પંપ બનાવવાની યોજનાથી આવનારાં 5 વર્ષમાં 60 હજાર લોકોને રોજગાર મળશે. ગયા વર્ષે બ્રિટિશ પેટ્રોલિયમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1400 પેટ્રોલ પંપ અને ATF સ્ટેશનમાં 49 ટકા ભાગ એક અરબ ડોલરમાં ખરીદ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments