લાખોની કમાણી : સુરેન્દ્રનગરના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

0
0

પાટડીના દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના સહયોગથી પાટડી તાલુકાના 15 ગામોની 200 જેટલી મહિલાઓ આખા વર્ષના માત્ર ઉનાળાના ત્રણ મહિનામાં જ 3100 મણ લીંબોળી એકત્ર કરી 5,07,200 રૂ.ની કમાણી કરી હતી. રણકાંઠાની મહિલાઓ દ્વારા સૂકવેલી આ લીંબોળી સાત સમંદર પાર દુબઇ,કુવૈત સહિત આરબના દેશોમાં પહોંચી છે.

‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ઉક્તિને રણકાંઠાની મહિલાઓએ સાર્થક કરી બતાવી છે. આજે મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની નામના મેળવી રહી છે. રણકાંઠાની મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા દર્શક મહિલા આજીવિકા પુન: સ્થાપના કાર્યક્રમ અંતર્ગત પાટડી તાલુકાના વાલેવડા, મેરા, બુબવાણા, એરવાડા અને નાવીયાણી સહિતના આજુબાજુના 15 ગામોંની અંદાજે 200 જેટલી મહિલાઓએ ઉનાળુ વેકેશનના એપ્રિલ, મે અને જૂન માસમાં ગામે ગામના લીમડાના ઝાડે ફરી કુલ 3100 મણ લીંબોળી એકત્ર કરાવી રૂ. 5,07,200ની વિક્રમજનક કમાણી કરી નામના મેળવી છે.

જેમાં બનાસકાંઠાના ભાભરના સ્થાનિક વેપારીઓના સહકારથી રણકાંઠાની મહિલાઓએ એકત્ર કરેલી લીંબોળી વેચવામાં સફળતા મેળવી હતી અને ગરીબ મહિલાઓને રોજગાર આપવાના પરિમલભાઇ દેસાઇએ મૈત્રી ટ્રસ્ટ દ્વારા બહેનો પાસેથી રોકડ ભાવ આપી લીંબોળી ખરીદવા એક લાખ રૂ.ની વગર વ્યાજની લોન આપી રણકાંઠાની મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ લીંબોળી રાસાયણિક ખાતરમાં, ગૃહ ઉદ્યોગમાં સાબુ અને શેમ્પુ બનાવવામાં અને પ્રેસ્ટીસાઇડ બનાવવામાં ખુબ ઉપયોગી બને છે.

લીંબોળીનું તેલ આરબ દેશોમાં જાય છેઆ અંગે પાટડી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના જયેશભાઇ રાવલે જણાવ્યું કે, 20 કિલો લીંબોળી સુકવ્યા બાદ અઢીથી ત્રણ કિલો ઘટીને 17 થી 17.5 મણ થઇ જાય છે. આ લીંબોળીનું તેલ દુબઇ, કુવૈત સહિતના આરબના દેશોમાં જાય છે.

મહિલાઓને 20 કિલો લીંબોળીના 160 રૂપિયા મળ્યાઉનાળ‍ા વેકેશનમાં કે જ્યારે કોઇ જ મજૂરી કામ હોતું નથી એ સમયે એપ્રિલ, મે અને જૂન માસમાં અમેં ગામડે ગામડે ફરી લિંબડાના ઝાડ પરથી લીંબોળી એકત્ર કરી અને સુકવીને રૂ. 160 લેખે મણના ભાવે વેચીને સારી કમાણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here