કમાણી – લોકડાઉનમાં દારૂના વેચાણથી સરકારની તિજોરીમાં રૂપીયા 750 કરોડનો વકરો

0
9
પ્રતિકાત્મક તસવીર
  • એકસાઈઝના રૂપમાં રૂ. 450 કરોડ અને સેલ્સ ટેક્સના રૂપમાં રૂ. 300 કરોડની કમાણી
પ્રતિકાત્મક તસવીર

સીએન 24,ગુજરાત

મુંબઈલોકડાઉનના સમયમાં મે મહિનામાં દારૂનું વેચાણ કરવા રાજ્ય સરકારે પરવાનગી આપી ત્યારથી રાજ્યની તિજોરીમાં એક્સાઈઝ ડ્યુટીના રૂપે ૪૫૦ કરોડ અને સેલ્સ ટેક્સના રૂપે ૩૦૦ કરોડ એમ કુલ ૭૫૦ કરોડ રૂપિયાનો વકરો થયો છે એવી માહિતી રાજ્યના એક્સાઈઝ ડ્યુટી વિભાગનાં સૂત્રોએ આપી હતી. મુંબઈ સહિત એમએમઆર, પુણે, અને પીએમઆર એ બે મહત્ત્વનાં શહેરી ભાગોમાં ૨૨ અને ૨૩ મેના દારૂના વેચાણની પરવાનગી મળી હતી. રાજ્યમાં બાકીના ભાગમાં એ પૂર્વે ૪ અને ૫ મેના દારૂની દુકાનો ખુલ્લી થઈ. રાજ્યની એકંદર મહેસૂલમાં દારૂ પર વસૂલ કરવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને સેલ્સ ટેક્સના રૂપે ૨૫ હજાર ૫૦૦ કરોડ રૂપિયાનો ઉમેરો થતો હોય છે.

કેન્દ્રમાં તાકાત બચી નહીં હોવાથી આખરે કેન્દ્રએ આ પરવાનગી આપી

રાજ્યની કુલ મહેસૂલમાં સૌથી મોટું યોગદાન જીએસટીનું (લગભગ ૧ લાખ કરોડ રૂપિયા), એ પછીના ક્રમે ડીઝલ- પેટ્રોલ પર વસૂલ થતો વેટ (૩૦ હજાર કરોડ રૂપિયા), એ પછી સ્ટેમ્પ ડ્યુટી (૨૭ હજાર ૫૦૦ કરોડ રૂપિયા), વીજ બિલ દ્વારા ૧૦ હજાર કરોડ રૂપિયા અને ટ્રાન્સપોર્ટ એટલે કે વાહનોની નોંધણીમાંથી કરના રૂપે ૭૫૦૦ કરોડ રૂપિયા મળે છે. કોરોનાની પાર્શ્વભૂમિ પર ૨૨ માર્ચથી લોકડાઉન લાગુ થયો ત્યારથી અનેક જિલ્લાઓએ એના બે- ચાર દિવસ પહેલાથી દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયગાળામાં રાજ્યનું ૪ હજાર કરોડ રૂપિયાનો મહેસૂલ ડૂબી ગયો હતો. અર્થવ્યવસ્થા ઠપ થવાથી અને બધા વ્યવહાર બંધ થઈ જવાથી તિજોરી ખાલી થઈ ગઈ. તેથી અનેક રાજ્યોએ કેન્દ્ર પાસે દારૂની દુકાનો ઉઘાડવાની પરવાનગી માગી હતી. ત્રીજો લોકડાઉન પૂરો થાય ત્યાં સુધી કેન્દ્રએ પરવાનગી આપી નહોતી. જોકે રાજ્યોની આર્થિક માગણીઓ પૂરી કરવાની કેન્દ્રમાં તાકાત બચી નહીં હોવાથી આખરે કેન્દ્રએ આ પરવાનગી આપી હતી.

રાજ્યની તિજોરીમાં કરના સ્વરૂપે આ સૌથી મોટો ફાળો

એ પછી મહારાષ્ટ્રમાં ૪ અને ૫ મેને રાજ્યમાં દારૂના વેચાણની શરૂઆત થઈ. અનેક ઠેકાણે દુકાનોમાં ગિરદી થઈ હતી જે ત્રણ- ચાર દિવસે ઓછી થઈ. મુંબઈ અને પુણેમાં રેડ ઝોન હોવાથી રાજ્ય સરકારે અહીં તરત પરવાનગી ન આપી. ૧૫ મેની આસપાસ આ પરવાનગી આપ્યા બાદ દારૂના વેચાણની શરૂઆત થતાં ૨૨ મેનો દિવસ થઈ ગયો હતો. દારૂના છૂટક વેચાણમાંથી રાજ્યની તિજોરીમાં એક્સાઈઝ ડ્યુટીના રૂપે કોઈ કર જમા થતો નથી. કારખાનામાં તૈયાર થયેલ દારૂ હોલસેલ વિક્રેતા પાસે જતા જ એક્સાઈઝ ડ્યુટી મળે છે. જોકે છૂટક વેચાણ બંધ હોવાથી અને કોરોનાની પાર્શ્વભૂમિ પર રાજ્યનાં અનેક કારખાનાંઓ બંધ હોવાથી એક્સાઈઝ ડ્યુટી અને સેલ્સ ટેક્સના સ્વરૂપે રાજ્યની તિજોરીમાં લગભગ ૭૫૦ કરોડ રૂપિયા જમા થયાનુ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અત્યારના સમયમાં રાજ્યની તિજોરીમાં કરના સ્વરૂપે આ સૌથી મોટો ફાળો છે એમ તેમણે ઉમેર્યું હતું.

આંકડાઓ બોલે છે
રાજ્યમાં દર વર્ષે લગભગ ૮૬ કરોડ લિટર દારૂનું વેચાણ થાય છે. મતલબ દરરોજ લગભગ ૨૪ લાખ લિટર દારૂ વેચાય છે. આ દૈનિક વેચાણમાંથી ૪૫ થી ૫૦ કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીની આવક દરરોજ થાય છે. ઉપરાંત ૨૫ થી ૩૦ કરોડ રૂપિયાની આવક સેલ્સ ટેક્સરૂપે થાય છે. દરરોજના દારૂના વેચાણમાં ૭૦ ટકા દારૂ છૂટક વેચાય છે અને ૩૦ ટકા દારૂનું વેચાણ પરમિટ રૂમમાં થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here