Friday, June 2, 2023
Homeવિદેશઈન્ડોનેશિયામાં ભૂકંપના આચંકા અનુભવાયા

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આચંકા અનુભવાયા

- Advertisement -

ઈન્ડોનેશિયા એવો દેશ છે કે જ્યાં ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ત્યારે ફરી એક વખત અંહીંની ઘરતી ઘ્રુજી ઉઠી હતી,જાણકારી પ્રમાણે ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્શિડોયાના પૂર્વી પ્રાંત મલુકુમાં વિતેલા દિવસની સાંજે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ આ જાણકારી આપી હતી તેમણે આપેલી માહિતી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભૂકંપથી સુનામી આવવાની કોઈ શક્યતા નથી.

આ સહીત ભૂકંપને લઈને હવામાન એજન્સીએ જણાવ્યું કે, મલુકુ ટેંગારા બારાત પ્રાંતના કેપુલુઆન તનિમ્બર જિલ્લામાં 10 વાગ્યેને 49 કલાકે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જિલ્લાના ઉત્તર-પશ્ચિમમાં 203 કિમીના અંતરે અને સમુદ્રની નીચે 221 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે રાત્રીનો સમય હોવાથઈ મોટા ભાગના લોકો પોતપોતાના ઘરે હોવાથી તેઓ ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા અને કેટલાક સમય માટે લોકોમાં ભયનો માહોલ જદોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular