Tuesday, March 25, 2025
Homeદેશઅરુણાચલ પ્રદેશના પૈંગિનના ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

અરુણાચલ પ્રદેશના પૈંગિનના ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

- Advertisement -

અરુણાચલ પ્રદેશના પૈંગિનના ઉત્તરમાં આજે સવારે લગભગ 8.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે અરુણાચલ પ્રદેશની ધરતી ધ્રૂજી છે.

અરુણાચલ પ્રદેશના પૈંગિનના ઉત્તરમાં આજે સવારે લગભગ 8.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. 22 જુલાઈએ પણ  અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન તવાંગમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો અંદાજવામાં આવી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. એક મહિનામાં બે વખત ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અગાઉ 22 જુલાઈએ રવિવારે સવારે અરુણાચલ પ્રદેશના તવાંગમાં  ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  3.3 માપવાાં આવી હતી.  એનસીએસના જણાવ્યા અનુસાર, ભૂકંપ સવારે 6.56 વાગ્યે આવ્યો હતો, અરુણાચલ પ્રદેશમાં 5 કિમીની ઊંડાઈએ 3.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. NCS એ ટ્વિટ કર્યું, “22-07-2023 ના રોજ 06:56:08 IST, અક્ષાંશ: 27.44 અને રેખાંશ: 92.51, ઊંડાઈ: 5 કિમી, સ્થાન: તવાંગ, અરુણાચલ પ્રદેશ, ભારત” ના રોજ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે આ ભૂંકપના આંચકામાં કોઇ જાન માલના નુકસાનના અહેવાવ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular