Tuesday, September 21, 2021
Homeપૂર્વ કચ્છ : ગાગોદર PHCમાં ઓક્સિજન સાથે કોવિડ કેર શરૂ કરવાની માંગ...
Array

પૂર્વ કચ્છ : ગાગોદર PHCમાં ઓક્સિજન સાથે કોવિડ કેર શરૂ કરવાની માંગ કરાઇ

પૂર્વ કચ્છના રાપર તાલુકામાં આવેલા ધોરીમાર્ગ પરના ગાગોદર ગામમાં પણ કોરોના બીમારીએ માઝા મૂકી છે. લોકોને કોરોનાની સારવાર માટે ગાંધીધામ, રાધનપુર અને પાટણ તરફ જઉ પડી રહ્યું છે. અને આ બીમારીના કારણે મૃત્યુ પણ થઈ રહ્યાં છે. ત્યારે ગ્રામજનો દ્વારા સોશિયલ મીડિયા મારફત કોવિડ કેરની વ્યવસ્થા ઉભી કરવા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે.

ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ઈલાજ ઉપલબ્ધ બને તો ગ્રામજનોના સમય, શક્તિ અને જીવનો બચાવ થઈ શકે છે. એવું ગામના અસ્વિન ઠક્કરે જણાવ્યું હતું.

ગ્રામજનો માટે ઉકાળા વિતરણ શરૂ

બીજી તરફ આ મહામારીથી બચવા ગાગોદર ગામના યુવા ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉકાળો લેવા આવતા ગ્રામીણઓને કોરોનાના નિયમો પાળવાની સૂચના પણ આપવામાં આવે છે. આયોજન વ્યવસ્થા ગ્રુપના રવિરાજસિંહ જાડેજા સંભાળી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments