હૃદયના સ્વાસ્થ્ય સંબંધિત રિસર્ચ : હાર્ટ અટેકથી મૃત્યુનું જોખમ ઘટાડવા માટે માછલી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઓ

0
22

જો તમે હૃદય રોગને અટકાવવા માગો છો અથવા હાર્ટ અટેક બાદ મૃત્યુનું જોખમ ઘટાડવા માગો છો તો માછલી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઓ. આવો ખોરાક હૃદયને તંદુરસ્ત રાખે છે. વૈજ્ઞાનિકોએ પણ એ વાત પર પુષ્ટિ કરી. અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, દરરોજ ડાયટમાં ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડની માત્રાવાળા ફૂડ ખાવ છો તો હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે.

હાર્ટ અટેકનો સામનો કરી રહેલા 944 દર્દીઓ પર રિસર્ચ થયું

રિસર્ચ કરનારા અમેરિકાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડમાં એવી વિશેષતા છે જે હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ રિસર્ચ 944 હાર્ટ અટેકના ગંભીર દર્દીઓ પર કરવામાં આવ્યું. આ એવા દર્દીઓ હતા, જેમાં હાર્ટની મેજર આર્ટરી બ્લોક હતી.

બ્લડ સેમ્પલમાં ઓમેગા-3નું લેવલ જોવામાં આવ્યું

સંશોધક ડો. એલેક્સ સાલા-વિલાના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન 78 ટકા પુરુષોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. બ્લડમાં ઓમેગા-3નું સ્તર જોવામાં આવ્યું. વૈજ્ઞાનિકોએ જોયું કે, જે દર્દીઓમાં હાર્ટ અટેકના સમયે ઓમેગા-3નું લેવલ વધારે હતું તેમની સ્થિતિ ગંભીર હતી. જે દર્દીઓમાં ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડની માત્રા પર્યાપ્ત હતી તેમને હોસ્પિટલમાં કરવાની સંભાવના ઓછી થઈ ગઈ હતી.

હેલ્ધી હાર્ટ માટે આ વસ્તુઓ ખાવી

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, હાર્ટને હેલ્ધી રાખવા માટે સાલ્મન માછલી, અળસી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઈ શકો છો. અમેરિકામાં મોતનું સૌથી મોટું કારણ હાર્ટ અટેક છે. દર 40 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકના કારણે થાય છે. 45 વર્ષથી વધુ વયના લોકોમાંથી પુરુષોમાં 36 ટકા અને 47 ટકા મહિલાઓએ એકવાર હાર્ટ અટેકનો સામનો કર્યો છે. આવનારા પાંચ વર્ષમાં બીજી વાર આવું થાય, તો તેમનું મૃત્યુ થઈ જશે.

રિસર્ચ દર્શાવે છે કોરોનાની અસર હાર્ટ પર પણ થાય છે

હ્રદય રોગી પહેલેથી જ કોરોનાના રિસ્ક ઝોનમાં છે પરંતુ રિકવરી પછી પણ તેની અસર હાર્ટ પર રહે જ છે.

  • ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ પ્રમાણે, કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હાર્ટ પર ગંભીર અસર પડી છે. સંક્રમણની સારવાર દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે. હાર્ટની કામ કરવાની ક્ષમતા પર ખરાબ અસર થઇ રહી છે. આ અસર લાંબા સમય સુધી રહેશે.
  • અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થયેલા 100માંથી 78 દર્દીઓના હાર્ટ ડેમેજ થયા અને દિલમાં સોજો દેખાયો. રિસર્ચ પ્રમાણે, જેટલું સંક્રમણ વધશે તેમ ભવિષ્યમાં સાઈડ ઈફેક્ટનું જોખમ પણ વધશે.
  • ઓહાયો સ્ટેટ ઓહાયોના રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારી દરેક 7માંથી 1 વ્યક્તિ હાર્ટ ડેમેજથી પીડિત છે. ધીમે-ધીમે તે ફિટનેસ પર પણ અસર કરી રહી છે.

હાર્ટને હેલ્ધી રાખવા આ 5 વાતનું ધ્યાન રાખો.

ભોજન : આખું અનાજ અને સ્વાદે ઓછા ગળ્યાં ફળો લો

ઘઉંની રોટલીને બદલે બાજરા, જુવાર અથવા રાગી અથવા તમામના મિશ્રણની રોટલી લો. કેરી, કેળાં, ચીકુ સહિતનાં સ્વાદે વધારે ગળ્યાં ફળો ઓછાં લો. તેના બદલે પપૈયું, કિવી, નારંગી સહિતના ફળો લો. તળેલી અને ગળી વસ્તુઓનું જેટલું ઓછું સેવન કરશો તેટલું સારું છે. ભૂખ હોય તેનાથી 20% ઓછું ભોજન લો અને દર 15 દિવસે વજન ચેક કરો.

વર્કઆઉટ : 45 મિનિટની એક્સર્સાઈઝ અથવા વોક જરૂરી

અઠવાડિયામાં 5 દિવસ 45 મિનિટ સુધી કસરત કરો. વોકિંગ પણ કરશો તો પણ અસર જોવા મળશે. હૃદય સંબંધિત બીમારીઓનું મોટું કારણ મેદસ્વિતા છે. વજન જેટલું વધશે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ તેટલું વધશે. ફિટનેસને એ લેવલે લાવો કે સીધા ઉભા રહો તો તમારા બેલ્ટનું બકલ જોઈ શકાય. જો એકથી દોઢ કિલોમીટરના અંતરે જવું છે તો ચાલીને જાઓ.

લાઈફસ્ટાઈલ : જલ્દી સૂવાની અને ઊઠવાની ટેવને રૂટિન બનાવો, 7 કલાકની ઊંઘ જરૂર લો

દરરોજ મિનિમમ 7 કલાકની ઊંઘ લો. વહેલા સૂઈને વહેલાં જાગી જવાનું રૂટિન બનાવો. રાતે 10 વાગ્યે સૂઈને સવારે 6 વાગ્યે જાગવાનો આદર્શ સમય છે. તેનાથી શરીર નાઈટ સાયકલમાં વધારે આરામ કરી શકશે. તણાવથી બચો, તેની સીધી અસર મગજ અને હૃદય પર થાય છે.

ધૂમ્રપાન-આલ્કોહોલ : જેટલાં દૂર રહેશો હાર્ટ માટે સારું રહેશે

ધૂમ્રપાન સંપૂર્ણ રીતે છોડી દો. સતત ધૂમ્રપાન કરવાથી ધુમાડો ધમનીઓની લાઈનિંગને નબળી બનાવે છે. તેનાથી ધમનીઓમાં ફેટ જમા થવાની આશંકા વધી જાય છે. આ રીતે આલ્કોહોલથી પણ દૂર રહો તો હાર્ટ હેલ્ધી રહેશે.

સોશિયલ મીડિયા : હાર્ટને હેલ્ધી રાખવા માટે અફવાઓથી બચવું જરૂરી

ડૉ. સુશાંત પાટીલ જણાવે છે કે સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ મેસેજમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. હાર્ટને લઈને પણ અનેક અફવાઓ વાઈરલ થાય છે. જેમ કે દિવસની શરૂઆત 4 ગ્લાસ પાણીથી કરીએ તો હૃદયરોગોનું જોખમ રહેતું નથી. આ પ્રકારના મેસેજથી બચો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ નિર્ણય લો. નહિ તો આવી અફવાઓ પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

દુનિયામાં સૌથી વધારે મૃત્યુ હૃદયરોગોથી

દુનિયાભરમાં સૌથી વધારે મૃત્યુ હૃદયરોગોથી થાય છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં દર 3માંથી 1 મૃત્યુ હૃદયરોગથી થાય છે. તેના 80% કેસ મધ્યમ વય વર્ગવાળા દેશમાં સામે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here