દરરોજ ખાઓ એક કપ બ્લુબેરી, બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે અને યાદશક્તિ સારી રહેશે

0
163

હેલ્થ ડેસ્કઃ બ્લુબેરી પર થયેલા તાજેતરના અભ્યાસમાં એક વાત સામે આવી છે કે, બ્લુબેરીનું સેવન વૃદ્ધોનું બીપી કન્ટ્રોલ કરવામાં તો મદદ કરે જ છે પણ સાથે યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે. આ ઉપરાંત, આ અભ્યાસમાં બ્લુબેરીના કેટલાક અન્ય ફાયદા પણ જણાવવામાં આવ્યા છે.

ધ જર્નલ ઓફ જેરન્ટોલોજી, સિરીઝ અઃ બાયોલોજીકલ સાયન્સ એન્ડ મેડિકલ સાયન્સિસમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસના પરિણામો અનુસાર, દરરોજ એક કપ બ્લુબેરી ખાવાથી નસ સંકોચાઈ જવાના કારણે થતી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરી શકાય છે. આ સમસ્યાના કારણે હૃદયની ધમનીઓ પર સૌથી વધુ પ્રેશર આવે છે, જે અન્ય સમસ્યાઓ પેદા કરે છે. બ્લુબેરી ખાવા પર હૃદયની ધમનીઓનું ફંક્શન પણ સુધરે છે અને તેના કારણે શરીરમાં લોહી પરિભ્રમણ સારી રીતે થાય છે.

યાદશક્તિ પર અસર
બ્લુબેરી અને દ્રાક્ષમાં રહેલાં પોલિફેનોલ્સ વૃદ્ધોની યાદશક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, એવા વધુ વજન ધરાવતા વૃદ્ધ લોકોને વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડે છે. તેમના દ્વારા બ્લુબેરી ખાવા પર યાદશક્તિમાં સુધાર જોવા મળ્યો.
આ ઉપરાંત, વધતી ઉંમર સાથે આવતા સોજા અને બળતરા જેવી શારીરિક સમસ્યાઓ પર પણ બ્લુબેરીની સકારાત્મક અસર જોવા મળી. આ ક્વોલિટીના કારણે રિસર્ચમાં બ્લુબેરીને ‘સુપર ફ્રૂટ’ નામ આપવામાં આવ્યું છે.

દરેક પ્રકારે ફાયદાકારક
બ્લુબેરીને કોઈપણ ફોર્મમાં ખાવાથી શરીરને ફાયદો પહોંચે છે. બ્લુબેરી ફ્રોઝન ફોર્મમાં, ફ્રેશ અથવા હર્બલ ટી ફોર્મમાં પણ લઈ શકાય છે. જો બ્લુબેરીનું સેવન દરરોજ કરવામાં આવે તો શરીરને ઝડપથી ફાયદો પહોંચે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here