ખાઓ, રમો, સૂઈ જાઓ :જાપાનના ઓટા શહેરમાં ઓસ્ટ્રેલિયાની સૉફ્ટબોલની ટીમનું રુટીન

0
13

ખાઓ, રમો, સૂઈ જાઓ; જાપાનના ઓટા શહેરમાં ઓસ્ટ્રેલિયાની સૉફ્ટબોલની ટીમનું આજ રુટીન છે. આ મહિલા ટીમ ટોક્યો ઓલિમ્પિક માટે જાપાન પહોંચનારી પહેલી વિદેશી ટીમ છે. ખેલાડીઓ 1 જુનના રોજ ટોક્યો પહોંચ્યા હતા. ત્યાથી ઓટા શહેર પહોંચીને ક્વોરન્ટાઇન શરૂ કર્યું હતું. દરરોજ આરટી-પીસીઆર ટેસ્ટ થતો હતો. મોટાભાગનો સમય હોટલના રૂમમાં વીડિયો ગેમ રમીને વિતાવ્યો હતો. કારણ કે પ્રેક્ટિસને બાદ કરતા અન્ય બીજે ક્યાય જવાની પરવાનગી ન હતી. જિમમાં એકવારમાં માત્ર 6 ખેલાડીઓને જવાની પરવાનગી છે.

27 વર્ષની તાહલી મુરે કહે છે કે આ સમયે અમે ગિની પિગની જેમ છીએ, પણ આ જરૂરી છે. કોઇ વેલકમ પાર્ટી ન હતી. મીડિયા કે ચાહકો સાથે કોઇ પ્રકારની વાતચીત નહીં. આ અન્ય ઓલિમ્પિકથી અલગ અનુભવ છે.
પ્રોટોકોલ એટલા સખત હતા કે મીડિયા મારફતે ટીમની જાણકારી મળી
ખેલાડીઓની સુરક્ષાને લઇને આયોજકોએ પ્રોટોકોલ એટલા કડક કર્યા હતા કે જે મેદાન પર ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હતા, તેની આસપાસના રહેવાસીઓને પણ ખ્યાલ ન હતો કે ઓલિમ્પિકની તૈયારી માટે કોઇ વિદેશી ટીમ ત્યા રમી રહી છે. 2.50 લાખની વસ્તીવાળા શહેરમાં મોટાભાગના લોકોને મીડિયા મારફતે આ જાણકારી મળી. એક રેસ્ટોરન્ટના માલિક 68 વર્ષના તકાઓ સેકિને કહ્યું કે, મને ખ્યાલ ન હતો કે અમારુ શહેર કોઇ ટીમની યજમાની કરી રહ્યું છે. જો કોરોના ન હોત તો ઓલિમ્પિક માટે આવનાર ઘણા ખેલાડીઓ અમારે ત્યા આવતા અને અમારો ધંધો વધી જતો. પણ હું લોકોના સ્વાસ્થયને લઇને ચિંતિત છું. ઇમાનદારી સાથે કહું તો ઓલિમ્પિક થવું ન જોઇએ. ટીમ હોટલમાં 4 દિવસનો ક્વોરન્ટાઇન પૂરો કરી ચૂકી છે. 31 વર્ષની ચેલ્સી ફોરકિને કહ્યું, ‘અમે ચાલવા માટે પણ જઇ શકતા નથી. આ અમારી અને અન્ય લોકોની સુરક્ષા માટે છે. અમે બધા પ્રોટોકોલનો કડકાઇથી પાલન કરી રહ્યા છીએ.

સિક્યોરિટી મેનેજમેન્ટથી જોડાયેલ 170 લોકોના ડેટા લીક
ટોક્યો ઓલિમ્પિકને વધુ એક ઝટકો લાગ્યો છે. ગેમ્સના સિક્યોરિટી મેનેજમેન્ટ સાથે જોડાયેલ લગભગ 170 લોકોની ખાનગી જાણકારી લીક થઇ ગઇ છે. જાપાનના એક અખબાર પ્રમાણે, આ ડેટા લીગ જાપાનની રાષ્ટ્રીય રાઇબર સિક્યોરિટી સેન્ટરની એક ડ્રિલ સમયે થયો છે. સેન્ટરે કહ્યું કે ગેમ્સ સમયે સાઇબર અટેકની આશંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here