પ્રેગ્નેન્સીમાં આ 1 વસ્તુ ભૂલ્યા વિના ખાજો, નહીં રહે બીમારીનો ખતરો અને માતા અને બાળકને મળશે ફાયદા.

0
7

પ્રેગ્નેન્સી દરમિયાન સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ગર્ભવતી સ્ત્રીની સાથે-સાથે ઘરનાં લોકો પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતાં હોય છે. આ સમય દરમિયાન જેટલું સારું અને પૌષ્ટિક ખોરાક લેવામાં આવે, ગર્ભસ્થ માતા અને આવનાર બાળકને તેટલા જ વધુ ફાયદા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન સૂકો મેવો ખાવાના ઘણાં ફાયદા થાય છે, તેમાં પણ અખરોટ તો ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક છે. અખરોટ શક્તિનો એક એવો સ્ત્રોત છે, જેમાં ઘણાં એવા પોષક તત્વો છે જે માતા અને બાળક બંન્ને માટે ફાયદાકારક છે.

ચાલો જાણી લઈએ.પ્રેગ્નેન્સી દરમિયાન સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ગર્ભવતી સ્ત્રીની સાથે-સાથે ઘરનાં લોકો પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતાં હોય છે. આ સમય દરમિયાન જેટલું સારું અને પૌષ્ટિક ખોરાક લેવામાં આવે, ગર્ભસ્થ માતા અને આવનાર બાળકને તેટલા જ વધુ ફાયદા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન સૂકો મેવો ખાવાના ઘણાં ફાયદા થાય છે, તેમાં પણ અખરોટ તો ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક છે. અખરોટ શક્તિનો એક એવો સ્ત્રોત છે, જેમાં ઘણાં એવા પોષક તત્વો છે જે માતા અને બાળક બંન્ને માટે ફાયદાકારક છે. ચાલો જાણી લઈએ.

  • પ્રેગ્નેન્સીમાં આ 1 વસ્તુ ખાવાની ભૂલતા નહીં
  • અખરોટ ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક છે
  • ગર્ભાવસ્થા દરમિયાન સૂકો મેવો ખાવાના ઘણાં ફાયદા થાય છે

બાળકના પૂરતા વિકાસ માટે

ગર્ભાવસ્થામાં જે પણ ખાઓ તેનું પોષણ બાળકને મળે છે. અખરોટ ખાવાથી તેમાં રહેલ તાંબાનું તત્વ ભૃણના વિકાસ માટે ખૂબજ ઉપયોગી નીવડે છે.

માતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કોઇપણ જાતનું ઇન્ફેક્શન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અખરોટમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન ઈ, પોલીફીનોલ અને કોપર ગર્ભવતી સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

પાચનશક્તિ વધારે છે

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓને પાચન અને એસિડિટીની સમસ્યા સતાવતી હોય છે. અખરોટમાં રહેલ ફાઇબર પાચક્રિયા માટે ખૂબજ ફાયદાકારક છે.

બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક

અખરોટમાં રહેલ ઓમેગા-૩, ફેટી એસિડ, પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ, મેંગેનીજ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને જિંક બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક છે.

વજનને નિયંત્રમાં રાખે છે

ગર્ભાવસ્થા દરમિયાન વજન ઝડપથી વધે છે. તેનાથી ડાયાબિટિસનો ખતરો વધી શકે છે. કેટલીકવાર સ્ત્રીઓને જંકફૂડની ઇચ્છા પણ બહુ થતી હોય છે. અખરોટમાં રહેલ પ્રોટીન અને ફાઇબર શરીરને જંકફૂડ તરફ આકર્ષાવા નહીં દે અને ડાયાબિટિસનો ખતરો પણ ઘટશે.

ઊંઘ સારી આવશે

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓને અનિન્દ્રાની સમસ્યા સતાવતી હોય છે. નિયમિત અખરોટનું સેવન કરવાથી મેલાટોનીન નામનું હોર્મોન બને છે, જેનાથી ગર્ભાવસ્થામાં સારી ઊંઘ આવે છે.

જોકે, નિયમિત અખરોટનું સેવન પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ. કેટલીક મહિલાઓને કેટલીક વસ્તુઓની એલર્જી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here