હોઠ અને ત્વચાને બેસ્ટ બનાવવી હોય તો ખાઓ આ ફળ

0
0

અનાનસ એટલે કે પાઈનેપલ જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ તે સ્વાસ્થ્યપ્રદ પણ છે. તેમના એટલા બધા પોષકતત્ત્વો રહેલા હોય છે કે એ પોષકતત્ત્વો તમારી ત્વચા અને હોઠને અત્યંત લાભ કરાવી શકે છે. એટલે જ અમે તમને સલાહ આપીએ છીએ કે અનાનસને માત્રા ખાવાનું કે તેનું જ્યુસ જ કાઢીને પીવાનું નથી, પરંતુ તેને ચહેરા પર માસ્કની જેમ પણ લગાડવાનું છે, જેને કારણે તમને ખીલ અને કાળા ડાધાથી પણ મુક્તિ મળી જશે.

અનાનસમાં રહેલા વિટામિન સીને કારણે પિંપલ્સની પરેશાનીમાં ઘણો ફાયદો રહે છે. આ માટે અનાનસનો રસ કાઢી લો અને તેને રૂની મદદથી રાત્રે આખા ચહેરા પર લગાવી દો. આખી રાત તેને ચહેરા પર રહેવા દઈને સવારે ચહેરો ઠંડા પાણી વડે ધોઈ નાંખો.

અનાનસ તમારી સ્કિનને હાઈડ્રેડ પણ રાખે છે. સ્કીનનું હાઈડ્રેડ રહેવું અત્યંત જરૂરી છે. આ માટે અનાનના ટુકડા કરીને તેને મિક્સરમાં ક્રશ કરી દો. પછી એમાં ઈંડાનો જરદો અને બે ચમચી દૂધ નાંખીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી તેને વીસ મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ધોઈ નાંખો.

અનાનસના રસમાં થોડું નાળિયેર તેલ ભેળવીને તેને હોંઠો પર લગાવશો તો હોઠ મુલાયમ બનશે અને આખો દિવસ સુધી પાણીદાર રહેશે. હોંઠે માટે આ બેસ્ટ મોશ્ચરાઈઝર છે. અનાનસમાં અત્યંત વધુ માત્રામાં વિટામિન્સ અને એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે, જેમના કારણે ત્વચા હંમેશાં જવાન લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here