દુનિયામાં હજાર પ્રકારના લોકો છે. બધાની ખાવાની સ્ટાઈલ અલગ હોય છે. કોઈ આડા પડીને ખાય છે તો ચાલતાં-ચાલતાં ખાવાનું ગમે છે. એક સમયે એક કરતાં વધારે કામ કરતાં લોકો કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. જો તમે પણ સવારે ઉતાવળમાં એક હાથમાં બૅગ અને એક હાથમાં નાશ્તો લઇને ભાગો છો તો ચેતી જાઓ. આનાથી તમારા સ્વાસ્થ્યને જોખમ થઇ શકે છે.
ઘરના વડીલો હંમેશા શાંતિથી બેસીને જમવાની સલાહ આપે છે અને એ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ચાલતા- ફરતાં હોઈએ ત્યારે લોહીનો પ્રવાહ કુદરતી રીતે આપણાં હાત-પગ તરફ ફંટાઈ જાય છે અને ભોજન પચાવવા માટે આપણને જેટલું લોહી તેટલું મળતું નથી. આયુર્વેદ તો કહે છે કે ભોજન હંમેશા જમીન પર બેસીને જ લેવું જોઈએ. આની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે કે બેસવાથી બધી માંસપેશીઓ યોગ્ય સ્થિતિમાં આવી જાય છે અને કેટલાક એક્યુપ્રેશર બિંદુ એવા છે જેમના પર દબાણ આવવાથી પાચનતંત્રનો રક્તપ્રવાહ સરખો થઇ જાય છે. જે લોકો આ સત્યને જાણે છે તે ક્યારેય ઊભા-ઊભા કે ચાલતાં-ચાલતાં ભોજન કરતાં નથી.