હેલ્ધી ફૂડ ખાવાથી પણ થઈ શકે છે નુકસાન, કારણ જાણી ચોંકી જશો

0
4

આજકાલ બધાં હેલ્ધી ફૂડ ખાવા પર ભાર આપતાં હોય છે. હેલ્થ કૉન્શિયસ લોકોનું સૌથી પહેલું ધ્યાન ડાયટ અને હેલ્ધી ખાન-પાન પર જ જાય છે. પરંતુ કદાચ તમે જાણતા નહીં હોય કે, હેલ્ધી ફૂડને પણ વધારે પડતી માત્રામાં ખાવાથી તેની આડઅસરો થઈ શકે છે.

કોઇપણ વસ્તુનો અતિરેક ઉપયોગ નુકસાન પહોંચાડે છે. હેલ્ધી ફૂડ પણ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે લેવો જોઇએ, નહીંતર નુકસાન થઈ શકે છે. કેટલાક લોકોનું આવાં કારણોથી જ વજન વધવા લાગે છે તો કેટલાકને હ્રદયની બીમારી પણ થાય છે તો, કેટલાક લોકો ડાયાબિટીઝના શિકાર બને છે. આજે અમે જણાવી રહ્યા છીએ, કેવી પરિસ્થિતિમાં હેલ્ધી ફૂડ પણ નુકસાન પહોંચાડી શકે છે.

સૂકામેવા

 

આમ તો સૂકામેવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ તેના વધારે પડતા સેવનથી શારીરમાં સોડિયમ અને ફેટની માત્રા વધવા લાગે છે. ફેટ એટલે કે ચરબી, જેમાંથી બીજા ઘણા રોગો ઊભા થવાના શરૂ થાય છે.

ફળો

આમ તો ફળોમાં ભરપૂર વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર હોય છે. પરંતુ જરૂરિયાત કરતાં વધારે ફળો ખાવાથી તેમાં રહેલ નચરલ શુગરથી બ્લડ શુગરનું લેવલ વધી શકે છે.

હાઈ પ્રોટીન ફૂડ

બૉડી બિલ્ડિંગ માટે પ્રોટીન ડાયટ ખૂબજ જરૂરી છે, પરંતુ તેનું નોર્મલ કરતાં વધારે સેવન કરવાથી નુકસાન થાય છે. હાઇ પ્રોટીન ફૂડ્સ ખાવાથી તેની સીધી અસર કિડની પર પડે છે અને તેનાથી પગમાં સોજાની સમસ્યા જોવા મળે છે.

પ્રવાહી પદાર્થો અને પાણી

 

વધારે પડતું પાણી પીવાથી શરીરમાં સોડિયમની માત્રા ઘટવા લાગે છે.

ઈંડાં, ચિકન અને મટન

ઈંડાં, ચિકન અને મટનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેના વધારે સેવનની સીધી અસર કિડની પર પડે છે.