હેલ્થ : સંતરા ખાવાથી ડાયાબિટીઝના દર્દીઓની ઇમ્યુનિટી વધે છે? શું કહે છે હેલ્થ એક્સપર્ટ.

0
11

ખાવા પીવાના શોખીન લોકો માટે શિયાળો કોઇ વરદાનથી ઓછો નથી. શિયાળાના સમયમાં લોકો પાસે ખાવાના ઘણા બધા ઓપ્શન હોય છે. કેટલાક સ્વાસ્થ વિશેષજ્ઞોનું માનવું છે કે કેટલાક ખાદ્ય પદાર્થ ખાવાથી શુગરની માત્રા વધી જાય છે. ડાયાબિટીસથી પિડીત લોકોને તેમના ખાનપાન સંબંધિત કેટલીક જાણકારી રાખવી જરૂરી છે, કેટલીક વસ્તુઓ તેમના માટે ફાયદાકારક છે.

  • મધુપ્રમેહના દર્દીઓ માટે ફળ લાભદાયી
  • સંતરા ખાવાથી શુગર લેવલ વધતુ નથી
  • સફરજન ખાવાથી પણ થાય છે ફાયદો

સંતરા

ફળોમાં નેચરલ શુગર હોય છે જેના કારણે મધુપ્રમેહના દર્દીઓ તે ખાવાનું ટાળે છે પરંતુ સંતરામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછુ હોય છે. ડૉક્ટર્સનું માનવું છે કે તેમાં રહેલું શુગર શરીરને નુકસાન નથી પહોંચાડતું. સંતરામાં વિટામિન-સી હોય છે અને ફાયબર પણ હોય છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

જામફળ

એન્ટી ઓક્સિડેન્ટ, પોટેશિયમ અને વિટામિન્સ જેવા કેટલાક પોષકતત્વો જામફળને સુપરફૂડ બનાવે છે. શિયાળામાં તેના સેવનથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો પહોંચી શકે છે. આટલુ જ નહી પ્રિ-ડાયાબિટીઝના દર્દીઓને ફણ તેનાથી ફાયદો થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે જામફળ ખાવાથી ફાસ્ટિંગ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સફરજન

સફરજનમાં વોટર કન્ટેન્ટ વધારે હોય છે, તેનાથી શરીરમાં ડિહાઇડ્રેશનની પરેશાની ઓછી થઇ જાય છે. સાથે જ તેમાં ફાયબરની માત્રા વધારે હોય છે. જેનાથી ભાજન જલ્દી નથી પચતુ અને ખાધા બાદ તરત શુગર નથી વધતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here