ખાવામાં રિફાઈન્ડ ફૂડ જેમ કે, મેંદો-બ્રેડ જેવા ફૂડ લેવાથી મૃત્યુનું જોખમ 27% રહે છે : જાણો રિફાઈન્ડ ફૂડ શું છે અને કેવી રીતે મૃત્યુનું જોખમ ઘટાડવું.

0
8

રિફાઈન્ડ ગ્રેન પર કરવામાં આવેલું નવું રિસર્ચ અલર્ટ કરનારું છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મેંદા અને બ્રેડ જેવી રિફાઈન્ડ ગ્રેન હૃદયની બીમારીનું કારણ બને છે અને મૃત્યુનું જોખમ 27 ટકા સુધી વધી જાય છે. તમે દરરોજ ડાયટમાં આવો ખોરાક સામેલ કરો છો તો હાર્ટ ડિસીઝનું જોખમ 33 ટકા સુધી અને સ્ટ્રોકની આશંકા 47 ટકા સુધી રહે છે. આ દાવો કેનેડાની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

1.37 લાખ લોકો પર રિસર્ચ થયું

16 વર્ષ સુધી ઉચ્ચ અને મધ્યમ આવક વર્ગના 1.37 લાખ લોકો પર રિસર્ચના પરિણામો દર્શાવે છે કે તેઓ કેટલી હદ સુધી નુકસાન પહોંચાડે છે. રિસર્ચ માટે અનાજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. રિફાઈન્ડ ગ્રેન, હોલ ગ્રેન, વ્હાઈટ રાઈસ. રિસર્ચમાં સામે આવ્યું કે, વ્હાઈટ રાઈસ અને હોલ ગ્રેન (આખા અનાજ)થી લોકોમાં નુકસાન જોવા ન મળ્યું, પરંતુ રિફાઈન્ડ ગ્રેનની અસર જોવા મળી. ડાયટમાં રિફાઈન્ડ ગ્રેનની માત્રા ઘટાડીને મૃત્યુ અને બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

શું હોય છે રિફાઈન્ડ ગ્રેન, તે કેમ નુકસાન પહોંચાડે છે, સ્વાસ્થ્ય માટે કયું અનાજ સૌથી વધારે સારું છે, જાણો આ સવાલના જવાબ.

રિફાઈન્ડ ગ્રેન શું હોય છે?

અનાજથી ઉત્પાદન તૈયાર કરવા માટે તેને એક પ્રોસેસિંગમાંથી પસાર કરવામાં આવે છે. જેનાથી તેના ફાઈબર અને પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય છે. આ જ ઉત્પાદનોને રિફાઈન્ડ ગ્રેન કહેવામાં આવે છે. જેમ કે, મેંદો, તેનાથી તૈયાર કરવામાં આવતી બ્રેડ, પાસ્તા, એડેડ સુગર.

શા માટે તે જોખમકારક છે?

એક નવું રિસર્ચ કહે છે કે, પ્રોસેસિંગ પછી તૈયાર થતી ફૂડ આઈટમ્સ લેવાથી શરીરમાં પોષક તત્વો નથી પહોંચતા. દુનિયાભરમાં અલગ અલગ ફૂડ તૈયાર કરવા માટે તેમનો ઉપયોગ થાય છે. રિફાઈન્ડ ગ્રેનમાં ફાઈબરની માત્રા ઘણી ઓછી હોવાથી તે સરળતાથી પચી જાય છે. પરિણામે વ્યક્તિ ભૂખ કરતાં વધારે ભોજન લઈ લે છે. તેથી તે મેદસ્વિતા અને બ્લડ સુગર લેવલ વધારવાનું કામ કરે છે.

ડાયટ સંબંધિત આ 3 વાતો હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડશે

ઘઉંને બદલે જુવાર/બાજરાનો રોટલો ખાઓ

ઘઉંની રોટલીને બદલે જુવાર,બાજરી અથવા રાગીનો રોટલો ખાઓ. તે હૃદયનાં સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકરક છે. કેરી, ચીકૂ જેવા સ્વાદે ગળ્યાં ફળો ઓછી માત્રામાં લો. તેને બદલે પપૈયું, કીવી, સફરજન લો.

ડાયટમાં ખાંડની માત્રા ઓછી કરો

તળેલી અને ગળી વસ્તુઓની ભલે તમે અવગણના ન કરો, પરંતુ તેની માત્રા જરૂર ઓછી કરો. જો તમે એક ગુલાબજાંબું ખાઈ લીધું તો આગામી અઠવાડિયાં સુધી કોઈ ગળી વસ્તુ ન ખાઓ. ચામાં ખાંડની માત્રા પણ ઓછી કરો.

ભૂખ કરતાં 20% ઓછો ખોરાક લો

જેટલી ભૂખ હોય તેના કરતાં 20% ઓછો ખોરાક લો. ઘરમાં વજન માપવાનું ડિજિટલ મશની રાખો. દરરોજ સવારે વજન ચેક કરો. જો ગઈ કાલ કરતાં આજે વજન વધારે છે તો આજે જ એક્સર્સાઈઝ દ્વારા તેને મેન્ટેન કરો. આવતીકાલ પર તેને ન છોડો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here