Tuesday, September 21, 2021
Homeપ્રોસ્ટેટ કેન્સની બીમારીમાં રોજ આટલા ટામેટાં ખાવાથી રાહત મળી શકે
Array

પ્રોસ્ટેટ કેન્સની બીમારીમાં રોજ આટલા ટામેટાં ખાવાથી રાહત મળી શકે

કહેવાય છે કે કેટલીક બીમારીઓ ઉંમર વધતાની સાથે આપણા શરીરમાં આપમેળે પ્રવેશી જ જાય છે. થાઈરોઈડ, કેન્સર વગેરે જેવી બીમારીઓ ઉંમર વધતા વધતા ક્યારે અને કેવી રીતે થઈ જાય છે તેની આપણને જાણ પણ નથી થઈ શકતી. ત્યારે પ્રોસ્ટેટ કેન્સર પણ તેમાંથી જ એક છે.

કહેવાય છે કે આમ તો ક્ટલીક બીમારીઓનો ઈલાજ કરવા માટે આપણું રસોડું જ કાફી હોય છે. રસોડાના મસાલાના ડબ્બામાંથી આપણે ઘણી નાની મોટી બીમારીઓ કે તકલીફોનો ઈલાજ કરી પણ લેતા હોઈએ છીએ. તે જ રીતે પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતાં લોકો માટે એક રાહતના સમાચાર મળ્યા છે. તે અનુસાર અઠવાડિયામાં 10 ટામેટાંનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરની તીવ્રતાને ઘટાડી કરી શકાય છે. ‘કેન્સર એપિડેમોલોજી બાઈમાર્કસ એન્ડ પ્રિવેન્શન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે પુરુષોમાં જોવા મળતાં કેન્સરમાં પ્રોસ્ટેટ કેન્સર એ બીજા ક્રમે આવે છે. તેમજ કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં આ રિસર્ચમાં પ્રોસ્ટેટ કેન્સર ઘરાવતા 50થી 69 વયની ઉંમરના પુરુષોની લાઈપ સ્ટાઈલ અને ડાયટનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ તમામ પુરુષોની સરખામણી કેન્સર ન ધરાવતા 12,005 પુરુષો સાથે કરવામાં આવી હતી. આ રિસર્ચમાં સામે આવ્યું કે ટામેટાં અને તેની વાનગીઓનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનાં જોખમને ઘટાડી 18% જેટલું કરી શકાય છે. રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે ટામેટાંમાં લાયસોપિન નામનું એન્ટિઓક્સિડન્ટ રહેલું હોય છે, જે શરીરમાં રહેલાં ટોકિસન એટલે કે ઝેરી તત્વોને દૂર કરે છે. આ સાથે ફિઝિકલ એક્ટિવિટી, વજન સહિત અનેક પરિબળોનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું. તેથી હવે જો પ્રોસ્ટેટ કેન્સરના દર્દી અઠવાડિયામાં 10 ટામેટાંનું સેવન કરે તો આ કેન્સરની તીવ્રતાને ઘટાડી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments