Thursday, August 5, 2021
No menu items!
Homeસ્વાસ્થ્ય મંત્ર : અખરોટને પલાળીને અથવા સલાડ બનાવીને ખાવાથી યાદશક્તિ વધે છે,...
Array

સ્વાસ્થ્ય મંત્ર : અખરોટને પલાળીને અથવા સલાડ બનાવીને ખાવાથી યાદશક્તિ વધે છે, તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે

અખરોટ ખાવાથી મગજની ક્રિયાઓને વધુ સતેજ બનાવે છે અને યાદશક્તિ વધે છે તે આપણે બધાએ સાંભળ્યું છે. પરંતુ તેનું સેવન કરવાથી બીજા અન્ય ફાયદા પણ થાય છે, જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અખરોટ વજન ઘટાડવામાં અને હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જો તેના ફાયદા વિશે…

એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર
અખરોટ કોઈપણ અન્ય સૂકા ફળની સરખામણીમાં એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તે શરીરને ઓક્સિડેટીવની ઊણપને દૂર કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટેરોલના કારણે થતી હૃદયની બીમારીઓ સામે લડવામાં પણ મદદગાર છે.

ઓમેગા-3નો સ્ત્રોત
અખરોટ ઓમેગા 3નો સારો સ્રોત છે અને તે હૃદયની બીમારી અને ટાઈપ-2 ટાયાબિટીસને ઘટાડવામાં મદદ કરે છે. તેનું દરરોજ સેવન તે પુરુષો અને મહિલાઓ માટે ફાયદાકારક છે જે નિયમિત રીતે શારીરિક અને માનસિક રીતે કાર્ય કરે છે અને જેઓ વૃદ્ધાવસ્થામાં છે. ​​​​​​​

વજન ઘટાડે છે
અખરોટ કેલરીથી ભરપૂર હોય છે. મેદસ્વિતાથી પીડાતી વ્યક્તિ જે પાંચ દિવસ અથવા તેનાથી વધારે સમય સુધી સારી માત્રા અખરોટ ખાય છે તેની ભૂખ સમયની સાથે ઓછી થઈ જાય છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.

કેન્સરનું જોખમ ઘટે છે
અખરોટમાં પોલીફેનોલ્સ નામનું તત્ત્વ હોય છે. સ્તન કેન્સર, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સરથી બચાવે છે. ​​​​​​​

યાદશક્તિ વધારે છે
અખરોટનું સેવન કરવાથી એક લાભ એ પણ થાય છે કે, તે મગજના કોષોને સુધારવામાં મદદ કરે છે, જે મગજની ક્રિયાઓને વધુ સતેજ બનાવે છે, તે યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

કેવી રીતે સેવન કરવું

પલાળેલા ખાવા
અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તેનું સેવન કરવું. દરરોજ ઉઠીને પલાળેલા અખરોટનું સેવન કરવાથી ડાયાબિટીસ અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

ચટણી બનાવવી
અખરોટની ચટણી બનાવી શકાય છે. શેકેલા અખરોટ, આદુ, લસણ, લીંબુનો રસ, તેલ, મીઠું, કાળા મરી નાખીને ચટણી બનાવો. તેને પરાઠા અથવા રોટલીની સાથે ખાઈ શકો છો. ​​​​​​​

સલાડ
સલાડમાં લીલા શાકભાજી અને કેટલાક નટ્સ પણ હોય છે. અખરોટનું સલાડ બનાવવા માટે તેમાં સફરજન, કિસમિસ, કાકડી, મધની જરૂર હોય છે. આ સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને આ સલાડને બપોરના ભોજન અથવા રાતે ખાવાના સમયે ખાવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments