રાત્રીના સમયે આ ચીજવસ્તુ ખાવાથી વધી શકે છે વજન…

0
4

ભારતમાં આજકાલ મેદસ્વીતાની સમસ્યા ખૂબ જ ઝડપી વધી રહી છે. મેદસ્વીતાના કારણે કેટલીએ પ્રકારની બિમારીઓ ઘર કરી જાય છે. ભારતમાં મોટાભાગના લોકો ખાન-પાન અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે મેદસ્વીતાનો શિકાર થાય છે. આવો જાણીએ કઈ વસ્તુઓ ખાવાથી વજન વધે છે અને કઈ વસ્તુઓ તમારે રાત્રીના સમયે ના ખાવી જોઈએ.

રાત્રે જંકફૂડ ખાવાની આદત મતલબ અનેક બીમારીઓને તમે આપો છો આમંત્રણ

જો તમને રાત્રે સુતા પહેલા જંક ફૂડ ખાવાની આદત છે તો સાવધાન થઈ જાઓ. આનાથી ના માત્ર તમારી તબીયતને નુકશાન થાય છે, સાથે તમારી ઊંઘ પર પણ તે ફૂડ ખુબ જ અસર કરે છે. આ રીતની લાઈફસ્ટાઈલથી તમને મેદસ્વીતા, ડાયાબિટીસ અને અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સમનો કરવો પડી શકે છે. રાત્રે જંકફૂડ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓને તમે આમંત્રણ આપો છો. રાત્રે જંકફૂડ ને અવોઇડ કરવું જોઇએ.

આ વિષય પર અમેરિકાના એરિજોના યુનિવર્સિટીમાં મનોચિકિત્સા એક્સપર્ટ માઈકલ એ ગ્રેંડનરે કહ્યું કે, પ્રયોગશાળાના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, રાત્રે જંક ફૂડની લાલચના કારણે ઊંઘમાં ઘટાડો થાય છે, જે આગળ જઈને રાત્રે અસ્વાસ્થકર નાસ્તાની આદતમાં બદલાઈ શકે છે અને આનાથી મેદસ્વીતા વધી શકે છે.

ગ્રેંડનરે કહ્યું કે, ખરાબ ઊંઘ, જંક ફૂડની લાલચ અને રાત્રીના સમયે અસ્વાસ્થ્યકર નાસ્તા વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ રીતને પ્રસ્તુત કરી શકે છે, કે ઊંઘ મેટાબોલિઝમની ક્રિયાના નિયમનનમાં મદદ કરે છે. રાત્રીના સમયે જંકફૂડ ખાવાના કારણે તે પાચન ક્રિયા પર ખૂબ ઊંડી અસર કરે છે.

અન્ય વિગતો અનુસાર  ફોન પર કરવામાં આવેલા આ અભ્યાસને બાલ્ટીમોરમાં એસોસિએટેડ પ્રોફેસનલ સ્લીપ સોસાયટીઝ એલએલસી(એપીએસએસ)ની ૩૨ મી વાર્ષીક બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આમાં ૩,૧૦૫ વયસ્કો પાસેથી લેવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

જો તમે પણ એવું ઈચ્છતા હોવ કે મેદસ્વીતા ન વધે તો રાત્રે જંક ફૂડ ના ખાવું અને રાત્રે હંમેશા ઝડપી પચી શકે તેવો હળવો  ખોરાક જ લેવાની આદત પાડો. રાત્રે જંક ફૂડ ખાવાથી વજન વધે છે સાથે સાથે અનેક પ્રકારની સમસ્યાઓ પણ સર્જાય છે.