Healthy Foods : જે વસ્તુઓ ખાવાથી તમે ગભરાઇ રહ્યા છો તે ફાયદાકારક પણ હોઇ શકે છે

0
4

ખાણી-પીણીની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ વિશે મોટાભાગે બધા જાણે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલીક અનહેલ્ધી વસ્તુઓ પણ શરીરને ફાયદો અપાવી શકે છે. પરંતુ અનહેલ્ધી વસ્તુઓ ફાયદો કરાવે છે કે નહીં તે તમે તેને કેવી રીતે બનાઓ છો તેના પર આધાર રાખે છે. જાણો, તેના વિશે…

પાસ્તા : પાસ્તામાં ફેટ અને મીઠાનું પ્રમાણ ઓછું હોય છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે ઓવરઇટિંગથી બચી શકો છો. જો કે મોટાભાગના લોકો તેમાં કેટલીય વસ્તુઓ મિક્સ કરીને તેના પોષક તત્ત્વોને ઘટાડી દે છે. જેમ કે પાસ્તામાં કેટલાય બધા સૉસ નાંખવાથી તેમાં ફેટ અને મીઠાનું પ્રમાણ વધી જાય છે. જો તમે તેને સ્વાસ્થ્યવર્ધક રીતે બનાવવા ઇચ્છો છો તો તેને ઑલિવ ઑઇલમાં પનીર નાંખીને બનાઓ. પ્રયાસ કરો કે સાબુત અનાજવાળા પાસ્તા લાઓ.

ચૉકલેટ : ચૉકલેટમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે સેલ ડેમેજથી બચાવે છે. આ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે મગજ અને હૃદયને કેટલીય બીમારીઓથી દૂર રાખે છે. ડાર્ક ચૉકલેટમાં શુગર ઘણા ઓછા પ્રમાણમાં મળી આવે છે પરંતુ તેમછતાં પણ તેને ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાઓ.

પૉપકૉર્ન : મોટાભાગના લોકો પૉપકૉર્નને જંક ફૂડ સમજે છે પરંતુ એવું નથી. પૉપકૉર્ન ફાઇબરથી ભરપૂર હોય છે જે શરીરની અંદરથી એનર્જી આપે છે. તેમાં વિટામિન B, મેન્ગેનીઝ, મેગ્નેશિયમ અને એન્ટી-ઑક્સિડેન્ટ મળી આવે છે જે શરીરને બીમારી અને સેલ ડેમેજથી બચાવે છે. તેમાં માત્ર મીઠું અને થોડુંક માખણ નાંખો.

પૉટેટો સલાડ : બાફેલાં બટાકામાં અદ્રાવ્ય સ્ટાર્ચ હોય છે જે ફાઇબરની જેમ કામ કરે છે. આ પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બટાકામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ સહિત ઘણા બધા પોષક તત્ત્વ મળી આવે છે. ઓછા ફેટ માટે તેમાં ઓછી કેલોરીવાળુ મેયોનીઝ નાંખીને તેને સલાડની જેમ ખાઓ.

રેડ મીટ : સામાન્ય રીતે રેડ મીટ સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમે કેવી રીતે મીટ ખાઓ છો તેના પર આધાર રાખે છે. વધારે ચિકાસ અને ફેટની જગ્યાએ ઓછું ફેટ ધરાવતું રેડ મીટ ખાઓ. તેમાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન B12, ઝિન્ક અને આયર્ન મળી આવે છે. તેને ઓછા પ્રમાણમાં ખાઓ. આ બેડ કૉલેસ્ટ્રોલને ઘટાડે છે.

કૉફી : સ્ટડી અનુસાર કૉફી પીવાથી સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે જો કે વધારે કૉફી પીવાથી પેટ પણ ખરાબ થઇ શકે છે. કૉફી પીતી વખતે ધ્યાન રાખો કે તેમાં ખાંડ અને ક્રીમનું પ્રમાણ ઓછું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here