Saturday, October 23, 2021
HomeEBCને પગલે ભરતી સ્થગિત કરવા રાજ્ય સરકારની જાહેરાત છતાં 27 જાન્યુ.એ TATની...
Array

EBCને પગલે ભરતી સ્થગિત કરવા રાજ્ય સરકારની જાહેરાત છતાં 27 જાન્યુ.એ TATની પરીક્ષા લેવાશે

અમદાવાદઃ આર્થિક પછાત સવર્ણોને 10 ટકા અનામતને ગુજરાતમાં લાગુ કર્યા બાદ સરકારે વિવિધ પરીક્ષાઓ મોકુફ રાખી છે. પરંતુ 27 જાન્યુઆરીના રોજ TAT(s) (ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ,સેકન્ડરી)ની પરીક્ષામાં કોઈ ફેરફાર કરાયો નથી. આમ ટાટની પરીક્ષામાં ઈબીસી અનામતનો નિયમ લાગુ પડશે નહીં. પરંતુ 15 જાન્યુઆરીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, અનામતનો લાભ આપવા માટે EBCના નિયમો સ્પષ્ટ થાય ત્યાર બાદ જ પરીક્ષાઓ લેવાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટાટની પરીક્ષા 27 જાન્યુઆરીએ બપોરે 12થી 3 વાગ્યા સુધી લેવાશે. આ પરીક્ષા અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ અને જૂનાગઢમાં યોજાશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબરમાં પેપર લીક થવાને કારણે TATની પરીક્ષા રદ્દ થઈ હતી. જેના પગલે રાજ્યના દોઢ લાખ યુવાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments