Monday, December 5, 2022
Homeવર્લ્ડયુગાન્ડામાં ઈબોલા વાયરસનો પ્રકોપ, 23ના મોત

યુગાન્ડામાં ઈબોલા વાયરસનો પ્રકોપ, 23ના મોત

- Advertisement -

યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે. અહીં ઈબોલા ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીંની સરકારે અત્યાર સુધીમાં 18 કેસની પુષ્ટિ કરી છે. આ સાથે જ તેનાથી સંભવિત 18 કેસ ગણાવ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાયરસના ફેલાવવાની આશંકાની વચ્ચે કહ્યું કે આ માટેની કોઈ રસી હજુ સુધી વિકસાવાઈ નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ વાયરસના કારણે 23 લોકોના મોત થયા છે. તેમાંથી 5ની ઓળખ થઈ છે અને 18ની ઓળખ થવાની બાકી છે.

ઈબોલા વાયરસ સાથે જોડાયેલી વાતો જાણો

1. યુગાન્ડાના સ્વાસ્થ્ય મંત્રાલયે મુબેંડે, કાયગેગવા, કસાંડા જિલ્લાથી ઈબોલા વાયરસના 18 કેસની ઓળખ કરી છે. તેની સાથે ઈબોલાના 18 વધુ કેસ નોંધાયા છે. વાયરસથી કુલ 23 લોકોના મોત થયા છે. સાથે જ મંત્રાલયે કહ્યું કે તેમાંથી 5ની ઓળખ થઈ છે.

2. WHOએ સ્વાસ્થ્ય સંકટ સામે લડવા માટે અને મદદ માટે પૂર્વી આફ્રિકી દેશમાં એક ટીમ મોકલી છે. આ સાથે જ કહેવાઈ રહ્યું છે કે આ વાયરસની કોઈ સારવાર નથી. કેસની ઓળખ અને લક્ષણોના ઉપચારથી બચવાની સંભાવના વધી જાય છે.

3. WHOએ એમ પણ કહ્યું કે એક વેક્સીન જે ઈબોલા – જેરે- સ્ટ્રેનના વિરોધમાં પ્રભાવી છે. તે ઈબોલા સૂડાન સ્ટ્રેનના વિરોધ ક્રોસ પ્રોટેક્શન આપતું નથી.

4. આ વાયરસના પ્રકોપ સૌ પહેલા મુબેંડે જિલ્લાના એક નાના ગામથી સપ્ટેમ્બરમાં શરૂ થયો હતો. 20 સપ્ટેમ્બરે યુગાન્ડાના સ્વાસ્થ્ય મંત્રાલયે 2019 બાદથી વધુ સંક્રામક ઈબોલા વાયરસથી દેશના પહેલા મોતની જાહેરાત કરી હતી.

5. ઈબોલા વાયરસમાં એક રક્તસ્ત્રાવી તાવ પણ સામેલ છે. તેના લક્ષણોમાં શરીરની નબળાઈ, માંસપેશીમાં દર્દ, માથુ દુઃખવું, ગળામાં ખરાશ, ઉલ્ટી, લૂઝ મોશન અને અન્ય લોકોમાં લોહી જામી જવું સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular