Thursday, August 5, 2021
No menu items!
Homeજામનગર : પૂરના પાણીમાં તણાયેલી ઈકો કાર કેનાલમાંથી મળી આવી, એક પુરૂષનો...
Array

જામનગર : પૂરના પાણીમાં તણાયેલી ઈકો કાર કેનાલમાંથી મળી આવી, એક પુરૂષનો મૃતદેહ મળ્યો

જામનગર. સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે જામનગરમાં મારૂ કણસારા હોલ સામે કેનાલમાંથી એક ઈકો કાર સાથે એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. ભારે વરસાદના પગલે ગઈકાલે પૂરના પાણીમાં આ ઈકો કાર તણાય હતી.

ઘટનાની વિગત અનુસાર ગઈકાલે એક ઈકો કાર પાણીના વહેણમાં તણાય હતી. જે આજે મારૂ કણસારા હોલ સામેની કેનાલમાંથી મળી આવી હતી. જેમાં એક પુરૂષનો મૃતહેદ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આધારકાર્ડ પણ મળી આવ્યું હતું અને આ મૃતદેહ રાજેશ પ્રભુલાલ સાણંદીયાનો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકો સ્થળ પર દોડી આવ્યાં હતા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments