સુરત : કોરોનાથી કેરીના વેચાણને ગ્રહણ, 9 કરોડ કિલો કેરી આંબા પર જ લટકતી રહેતા ખેડૂતો નિરાશ, 15 કરોડના નુકશાનની સંભાવના

0
0

સુરત : કોરોના વાઇરસ બાદ લોકડાઉનની અસર લાગતા દક્ષિણ ગુજરાતના લગભગ 10 હજારથી વધુ ખેડૂતોને કરોડોનું નુકશાનની સંભાવના દેખાય રહી છે. વર્ષ 2019માં 19 કરોડ કિલો કેરીનું વેચાણ કરનાર સુરત APMC 2020માં લોકડાઉન બાદ માત્ર 2500-3000 ટન કેરીનું વેચાણ થયું હોવાનું માર્કેટના સેક્રેટરી નિલેશભાઈ કહી રહ્યા છે. દર વર્ષે માર્ચ 20 થી એપ્રિલ 31 સુધીમાં એટલે કે 50 દિવસમાં લાખો ક્વિન્ટલ કેરી વેચનાર વેપારીઓ આ મહામારીને લઈ લાચાર દેખાય રહ્યા છે. સુરતથી દર વર્ષે લગભગ 10 ટન એક્સપોર્ટ થતી કેરી આ વર્ષે  વિદેશોમાં મોકલવાનું અશક્ય બનતા વેપારીઓ ચિંતિત દેખાય રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષ 60-70 ટકા કેરીનો પાક હતો. જેના કરતા આ વર્ષે 30-35 ટકા જ પાક થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. લગભગ આ વર્ષે 9 કરોડ કિલો કેરી વાડીઓમાં આંબા પર જ લટકતી રહેતા ખેડૂતો નિરાશ થયા છે. આ વર્ષે લગભગ 15 કરોડનું ઓછામાં ઓછું નુકશાન થવાની સંભાવના છે

કેરીઓના વેચાણ પર માર્કેટમાં હજી પ્રતિબંધ હોવાથી વેપારીઓ મૂંજવણમાં

કેરીના વેપારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, દર વર્ષે લગભગ માર્ચ મહિનામાં અથાણાની કેરી આવી જતી હોય છે પણ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને લઈ લોકડાઉન-3 બાદ માર્કેટમાં અથાણાની કેરી આવવાનું શરૂ થયું હતું. સરકારની મંજૂરી બાદ છેલ્લા 10 દિવસમાં લગભગ 1500-2000 ટન અથાણાની કેરી સુરત APMC માર્કેટમાં આવી હોય એમ કહી શકાય છે. આ તમામ કેરી બારડોલી, પલસાણા, વ્યારા સહિત દક્ષિણ ગુજરાત ની વાડીઓમાંથી આવતી હોય છે. અથાણાની કરીનું મોટું માર્કેટ સુરત બાદ મુંબઈ અને દિલ્હી સહિત અથાણાની ફેક્ટરીઓમાં જતી હોય છે. જ્યારે ખાવાની કેસર, લગડો, રાજા પુરી સહિતની કેરીઓના વેચાણ પર માર્કેટમાં હજી પ્રતિબંધ હોવાથી વેપારીઓ મૂંજવણમાં આવી ગયા છે. લગભગ માત્ર 60 દિવસના કેરીના વેપારમાં આ વર્ષે વેપારીઓને કરોડોનું નુકશાનનું પાક્કું ગણિત કહી શકાય છે. કેરીની વાડીવાળાઓને એડવાન્સ રૂપિયા આપનાર દલાલો પણ મરણ પથારીમાં હોય એ વાતને નકારી શકાય નહીં.

10 મેથી દક્ષિણ ગુજરાતમાંથી માર્કેટમાં કેરીઓ આવવાનું શરૂ થયું

નિલેશ થોરાત (સુરત, APMC સેક્રેટરી) એ કહ્યું હતું કે, વર્ષ 2019 માં 1, 89, 941 ક્વિન્ટલ (1 ક્વિન્ટલ એટલે 100 કિલો) કેરી APMCમાંથી વેચાઈ હતી. જ્યારે 2020માં લોકડાઉન બાદ 10 મેથી દક્ષિણ ગુજરાતમાંથી માર્કેટમાં કેરીઓ આવવાનું શરૂ થયું છે. સુરત APMC માર્કેટમાં કેરીના 10 વેપારીઓ છે. જેઓ ગુજરાત સહિત મુંબઈ, જયપુર અને દિલ્હી સુધી સુરતની કેરી એક્સપોર્ટ કરે છે. વિદેશોમાં ગલ્ફ બાદ UK, USA અને યુરોપના દેશોમાં સુરતથી કેરી એક્સપોર્ટ થાય છે.

ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકારે વિચારવાની જરૂર

નિલેશ થોરાતે વધુમાં ઉમેર્યું હતું કે, ગયા વર્ષે 2019માં 6-10 ટન કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી. જ્યારે આ વર્ષે હજી કોઈ આંકડાકીય માહિતી આવશે કે કેમ એ એક પ્રશ્ન છે. જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ વર્ષે લગભગ 10-15 કરોડનું ઓછામાં ઓછું નુકશાન થવાની સંભાવના છે. આ નુકશાનનો આંકડો ઓછો કરવા સુરતમાં કેરી લાવવાના માર્ગ ખુલ્લા થવા જોઈએ અને સુરત બહાર ટ્રાન્સપોર્ટ સુવિધા સાથે કેરી મોકલવામાં સરળતા રહે એવા નિયમ લાગુ થવા જોઈએ એ સિવાય જો કોઈ વિકલ્પ હોય તો એના પર સરકારે વિચારવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here