ઓલિમ્પિક્સ પર લાગ્યુ જાપાનની હેલ્થકેર સિસ્ટમ પડી ભાંગવાનુ ગ્રહણ

0
12

ભારતમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓ હોસ્પિટલના બેડની તલાશ કરી રહ્યા હતા તેવા દ્રશ્યો આંતરરાષ્ટ્રીય માધ્યમોએ બતાવ્યા હતા. હવે આ જ પ્રકારની પરિસ્થિતિ જાપાનમાં સર્જાઈ છે. જાપાનમાં કોવિડ કટોકટી જાહેર કરવામાં આવેલી છે. તે ઓસાકા શહેરમાં શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહેલી શિઝુ અકિતા નામની મહિલાએ પેરામેડિક્સ તેના માટે ઓસાકામાં હોસ્પિટલ શોધે તે માટે છ કલાકથી પણ વધારે સમય રાહ જોવી પડતા તેની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી.

છેવટે તેને માંડ-માંડ એક બેડ મળ્યો હતો અને ડોક્ટરોએ તેને ન્યુમોનિયા ગંભીર થઈ ગયું હોવાનું નિદાન કર્યુ હતુ અને અંગો નિષ્ફળ જવાના લીધે તે બેશુધ અવસ્થામાં જતી રહી હતી અને દાખલ થયાના બે સપ્તાહ પછી ૮૭ વર્ષની વયે તેનું નિધન થયું હતું. તેના પુત્ર કાઝુયુકી અકિતાએ જણાવ્યું હતું કે ઓસાકાની મેડિકલ સિસ્ટમ પડી ભાંગી છે.

જાપાનના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર ઓસાકાની હોસ્પિટલો કોવિડ-૧૯ના દર્દીઓથી ઉભરાઈ રહી છે. સમગ્ર દેશમાં ૩૫,૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને તેનાથી બમણા લોકો ઘરે હોમ આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે. કેટલાક લોકો ગંભીર રીતે માંદા પડીને ઘરે જ કોઈપણ પ્રકારની સારવાર વગર પોતાનો દેહત્યાગ કરે છે. કેટલાક જોઈ રહ્યા છે કે ઓસાકાની સ્થિતિ સમગ્ર દેશ માટે ચેતવણી છે કે કોરોનાથી શું થઈ શકે છે. જ્યારે બીજી બાજુએ અધિકારીઓ અને સમગ્ર વિશ્વનું ધ્યાન ઓલિમ્પિક્સના આયોજન પર છે. અધિકારીઓ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે જુલાઈમાં યોજાનારી ઓલિમ્પિક્સ સલામત હશે, બીજી બાજુ ઓસાકાની સ્થિતિ ઉત્તરોતર ખરાબ થઈ રહી છે. ઓસાકા ઓલિમ્પિક્સ યોજાવવાની છે તે ટોક્યોથી બુલેટ ટ્રેનમાં અઢી કલાકના અંતરે આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here