Saturday, April 20, 2024
Homeગરબા પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ…! 30 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય
Array

ગરબા પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ…! 30 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય

- Advertisement -

હાલમાં કોરોના મહામારીના સંકટ વચ્ચે નવરાત્રી પર્વ ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. નવરાત્રિ માટે સરકાર મંજૂરી આપશે કે નહીં તેનો ડર આયોજકોને સતાવી રહ્યો છે. તો નવરાત્રિની અનિશ્ચિતતાને લઈ આજે અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબા આયોજકોએ સીએમ રૂપાણી સાથે મીટિંગ કરી હતી. અને નાના પાર્ટી પ્લોટમાં ગરબાની મંજૂરી માગી હતી.

આજે બપોરે અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબાનાં આયોજકોએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. બેઠક યોજાયા બાદ ગરબા આયોજકોએ જણાવ્યું કે, હાલમાં નવરાત્રિ યોજવી શક્ય નથી. ગરબાના આયોજકોએ સીએમ રૂપાણી પાસે લિમિટેડ લોકો સાથે ગરબાની મંજુરી માગી છે.

અમે નવરાત્રિમાં ગરબા માટે ઘણા આશાવાદી છે. ખેલૈયાઓ 1000 રૂપિયા ખર્ચે. પાસનાં પૈસામાંથી અનેક લોકોના  ઘર ચાલે છે. ઓરકેસ્ટ્રા અને કલાકારોની પણ રજૂઆત હતી. 25-30 ટકા લોકો સાથે ગરબાની મંજૂરી મળવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, 30 ઓગસ્ટ સુધી નવરાત્રિ મામલે સરકાર કોઈ નિર્ણય નહીં લઈ શકે. જો કે, આશા છે કે, 30 ઓગસ્ટ બાદ સ્થિતિ સુધરશે તો ગરબાની પરમિશન મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular