સૂર્યગ્રહણ : ભારત અને પાડોસી દેશમાં ગ્રહણ દેખાયું; ઉત્તરાખંડમાં 98% સુધી સૂર્ય ઢંકાયો,

0
4

આજે સવારે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થઇ ગયું છે. ભારતમાં સૌથી પહેલાં સવારે 10.01 વાગ્યે મંબઈ-પુનામાં દેખાયું. દિલ્હી, જયપુર, જમ્મૂ અને ગુજરાતમાં પણ ગ્રહણ જોવા મળ્યું છે. પાડોસી દેશ પાકિસ્તાન અને નેપાળમાં પણ ગ્રહણ જોવા મળ્યું.

આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. ત્યાર બાદ 25 ઓક્ટોબર 2022માં આવતું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ઉત્તરભારતના થોડાં ભાગમાં ચંદ્ર, સૂર્યને 98.6% સુધી ઢાંકી દેશે, જેથી તે બંગડી જેવા આકારમાં દેખાશે. જ્યોતિષ ગ્રંથમાં તેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ આકૃતિ મોટાભાગના સ્થાને 11.50 થી 12.10 ની વચ્ચે જોવા મળશે.

જમ્મૂમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું.

જમ્મૂથી સૂર્યગ્રહણની શરૂઆતની તસવીર સામે આવી છે. સૂર્યગ્રહણની સૌથી વધારે અસર બપોરે જોવા મળશે, પરંતુ આ તસવીરમાં પણ ચંદ્ર સૂર્યની સપાટીને ઢાંકતો જોવા મળી રહ્યો છે. અન્ય દેશમાં આ ગ્રહણ 3.04 વાગ્યે પૂર્ણ થશે. દેશમાં અનેક જગ્યાએ અંડગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. ભારત સિવાય આ ગ્રહણ નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂએઈ, એથોપિયા તથા કાંગોમાં દેખાશે.