ઈકોફ્રેન્ડલી : સન્ની ગોયલ અને ઉન્નતિ મિત્તલે એક અનોખી પહેલ શરૂ કરી

0
0

મોટા ભાગે આપણે લોકો પ્લાસ્ટિકની બોટલ, કોથળી, ડબ્બા કચરો સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તે પ્લાસ્ટિકના કચરાથી આપણી જરૂરિયાતની વસ્તુઓ પણ બનાવી શકાય છે. અને તે પણ ઈકોફ્રેન્ડલી રીતે. તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થશે, પરંતુ આ એક હકિકત છે.

દિલ્હીના રહેવાસી સન્ની ગોયલ અને ખંડવામાં રહેતી ઉન્નતિ મિત્તલે આવી જ એક પહેલ શરૂ કરી છે. બંને મળીને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફર્નીચર અને હોમ ડેકોરેશનની વસ્તુઓ તૈયાર કરે છે. એક વર્ષ પહેલાં જ તેઓએ આ સ્ટાર્ટઅપ શરૂ કર્યો હતો. હાલ આ બિઝનેસથી તેઓ દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરે છે.

પ્લાસ્ટિક વેસ્ટ આપણા દરેક લોકો માટે એક મોટો પડકાર છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે 150 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેનો મોટા ભાગનો કચરો સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે. ઘણાં ઓછા સ્કેલ પર જ પ્લાસ્ટિકને ડિકમ્પોઝ કે રિસાઈકલ કરવામાં આવે છે. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈને લોકોમાં થોડી ઘણી જાગરુકતા વધી છે. અનેક યુવાનો છે જે આ મુસીબતને ઘટાડવા માટે કામ કરી રહ્યાં છે.

કોલેજમાં જ તૈયાર કર્યું હતું પહેલું પ્રોટોટાઈપ

સન્ની ગોયલ દિલ્હીનો રહેવાસી છે. તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બિઝનેસ જ રહ્યું છે. જ્યારે ઉન્નતિ મધ્ય પ્રદેશની ખંડવાની રહેવાસી છે.

21 વર્ષનો સન્ની અને 22 વર્ષની ઉન્નતિ બંને બીકોમ ગ્રેજ્યુએટ છે. બંનેએ મધ્યપ્રદેશના ઈન્દોરથી એક જ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો છે. સન્ની જણાવે છે કે જ્યારે હું ફર્સ્ટ યરમાં હતો ત્યારે મિત્રોની સાથે ટૂર પર જતો હતો. ત્યાં હંમેશા પ્લાસ્ટિક વેસ્ટ જોવા મળતો હતો. લોકો ઉપયોગ કર્યા બાદ જ્યાં-ત્યાં પ્લાસ્ટિક વેસ્ટ ફેંકી દેતા હતા. મને તેનો વાંધો હતો, ત્યારે મેં વિચાર્યું કે આ મુશ્કેલીમાંથી છુટકારો કઈ રીતે મેળવી શકાય.

વર્ષ 2018માં મેં મારી કોલેજના એક પ્રોફેસરને આ મુદ્દે વાત કરી. ત્યારે તેઓએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે જાણકારી આપી. જે બાદ મેં તેને લઈને રિસર્ચ કરવાનું શરૂ કર્યું. અનેક પ્રોજેકટ્સનો અભ્યાસ કર્યો અને પહેલો પ્રોટોટાઈપ કોલેજની લેબમાં જ તૈયાર કર્યું, જે સફળ રહ્યું. લોકોએ પ્રશંસા પણ કરી. કેટલાંક દિવસ પછી એક કોમ્પિટિશનમાં અમે વિજેતા થયા અને ઈનામ પણ મળ્યું.

સન્ની જણાવે છે કે જ્યારે લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો તો મને લાગ્યું કે આ કામમાં આગળ વધવું જોઈએ. ત્યારે મેં ઉન્નતિ સાથે વાત કરી અને વર્ષ 2020માં તેને પ્રોફેશનલ લેવલે શરુ કર્યું.

10 લાખ રૂપિયાથી શરૂઆત કરી, પહેલા જ વર્ષે 12 લાખનો બિઝનેસ

પ્લાસ્ટિક વેસ્ટ ગરમ કર્યા પછી આ રીતે એક પ્રોટોટાઈપ તૈયાર થાય છે. જેનાથી ફર્નિચર બને છે.
પ્લાસ્ટિક વેસ્ટ ગરમ કર્યા પછી આ રીતે એક પ્રોટોટાઈપ તૈયાર થાય છે. જેનાથી ફર્નિચર બને છે.

સન્ની અને ઉન્નતિએ મળીને ઈન્દોરમાં ભાડેથી એક ઓફિસ લીધી. કેટલાંક એમ્પ્લોઈ અને ઈન્ટર્ન કામ માટે સ્ટાફ રાખ્યો. જે બાદ એક લેબ અને એક કમ્પ્રેસર મશીનની વ્યવસ્થા કરી. જેમાં લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો. તેઓએ પ્લામેન્ટ નામથી પોતાની કંપની રજિસ્ટર કરાવી અને કામ શરૂ કર્યું. સન્ની જણાવે છે કે અમે સ્કૂલ, કોલેજ અને ઈન્દોરની કેટલાંક રેસ્ટોરાં માટે ફર્નિચર તૈયાર કર્યું. અનેક લોકો માટે અમે ઘરની જરૂરી વસ્તુઓ પણ તૈયાર કરી. જો કે અમારો આઈડિયા યુનિક હતો અને ક્વોલિટી સારી હતી તેથી લોકોની ડિમાન્ડ વધતી ગઈ. જો કે ત્યારે કોરોનાને કારણે આખ દેશમાં લોકડાઉન લાગી ગયું.

તેની સીધી અસર અમારા બિઝનેસ પર પડી. શરૂઆતમાં અમે નક્કી ન કરી શક્યા કે આ બિઝનેસને આગળ કઈ રીતે વધારીએ. કારીગર કામ કરવા માટે તૈયાર ન હતા અને મહામારી વચ્ચે તેઓને કામ પર બોલાવવા પણ યોગ્ય ન હતું. તેથી કેટલાંક મહિના પછી અમને કામ મળવાનું બંધ થઈ ગયું. જે બાદ સ્થિતિ પાછી યોગ્ય થઈ તો અમે ફરી કામ શરુ કર્યું, પરંતુ ત્યાં જ બીજી લહેર આવી. અમારે ફરી કામ બંધ કરવું પડ્યું.

સન્નીના જણાવ્યા મુજબ તેમના ફર્નિચરની ક્વોલિટી એક સામાન્ય ફર્નિચરની તુલનાએ સારી છે.
સન્નીના જણાવ્યા મુજબ તેમના ફર્નિચરની ક્વોલિટી એક સામાન્ય ફર્નિચરની તુલનાએ સારી છે.

જો કે હવે ધીમે-ધીમે સ્થિતિ યોગ્ય બની રહી છે. અમે ફરી કામ તરફ પાછા ફરી રહ્યાં છીએ. અનેક લોકો અને કોર્પોરેટ કસ્ટમર અમને ઓર્ડર આપી રહ્યાં છે. કોવિડ પછી પણ અમે છેલ્લાં એક વર્ષમાં લગભગ 12 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો.

પ્લાસ્ટિક વેસ્ટથી ફર્નિચર કઈ રીતે તૈયાર થાય છે?
સન્ની જણાવે છે કે પ્લાસ્ટિક વેસ્ટથી ફર્નીચર તૈયાર કરવા માટે સૌથી પહેલાં અમે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરીએ છીએ. તે માટે લેન્ડફીલ્ડની સાથે જ અમે લોકલ મ્યુન્સિપલના વર્કર્સ સાથે પણ કોન્ટેક્ટ રાખીએ છીએ. તેઓ અમને પ્લાસ્ટિક વેસ્ટ સપ્લાઈ કરે છે. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટર કર્યા બાદ અમે તેને અલગ અલગ કેટેગરીમાં વ્હેંચીએ છીએ. જે પછી એક ફિક્સ ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે છે, જેનાથી પ્લાસ્ટિક વેસ્ટ ઓગળી જાય છે. જે બાદ અમે એક કેમિકલ તેમાં મીક્સ કરીએ છીએ અને પ્રોસેસિંગ પછી શીટ તૈયાર કરીએ છીએ. આ શીટની ક્વોલિટી ટેસ્ટિંગ બાદ પ્રોટોટાઈપ પર ફીટ કરવામાં આવે છે. જે બાદ તેને ફર્નીચર અને બાકી પ્રોડક્ટ બનાવવામાં આવે છે.

સન્નીની ટીમમાં હાલ 4 લોકો કામ કરે છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાંક ઈન્ટર્ન પણ જોડાયેલા છે. હાલ તેઓ ઓફિસના ઉપયોગથી લઈને હોમ ડેકોરેશનની એક ડઝનથી વધુ આઈટમ્સ બનાવે છે. અનેક કસ્ટમર્સ માટે તેમની ડિમાન્ડ મુજબ કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ પણ બનાવે છે.

માર્કેટિંગ માટે સન્ની સોશિયલ મીડિયા, રિટલેરશિપ અને વર્ડ ઓફ માઉથનો ઉપયોગ કરે છે. ટૂંક સમયમાં જ તેઓ અમેઝન અને ફ્લિપકાર્ટની મદદથી પણ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરશે. ફર્નીચર બનાવનારી અનેક હોલસેલ દુકાનો સાથે પણ તેમનું ટાઈઅપ છે.

ક્યાંથી લઈ શકાય ટ્રેનિંગ?
જો કોઈ આ સેક્ટરમાં કેરિયર બનાવવા માગે છે તો તેને સૌથી પહેલાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને સમજવું જરૂરી છે. તેની પ્રોસેસને સમજવી પડશે. જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટ્રેનિંગ કોર્સ પણ કરાવે છે. અનેક પ્રાઈવેટ સંસ્થાઓ પણ આ અંગેની ટ્રેનિંગ આપે છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ, ભોપાલથી તેની ટ્રેનિંગ મેળવી શકાય છે. આ સેક્ટરમાં કામ કરવાવાળા અનેક ઈન્ડિવિઝ્યુઅલ્સ પણ આ અંગે ટ્રેનિંગ આપે છે.

ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ, ભોપાલથી પ્લાસ્ટિક વેસ્ટથી ફર્નીચર બનાવવાની ટ્રેનિંગ લઈ શકાય છે.
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ, ભોપાલથી પ્લાસ્ટિક વેસ્ટથી ફર્નીચર બનાવવાની ટ્રેનિંગ લઈ શકાય છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈને અભિયાન ચલાવે છે. અનેક શહેરોમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર પણ બન્યા છે. જ્યાં લોકોને કચરાને બદલે પૈસા મળે છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અંતર્ગત દેશમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લીને અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

પ્લાસ્ટિક વેસ્ટથી ફર્નીચર જ નહીં, ફેશન સાથે જોડાયેલી પ્રોડક્ટ પણ બનાવી શકાય છે
હાલ પ્લાસ્ટિક વેસ્ટને લઈને અનેક સ્ટાર્ટઅપ કામ કરે છે. કેટલાંક તેનાથી ફર્નિચર તો કેટલાંક ફેશન સાથે જોડાયેલાં પ્રોડક્ટ પણ તૈયાર કરે છે. દિલ્હીની રહેવાસી કનિકા અત્યાર સુધીમાં 360 ટનથી વધુ પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરી ચુકી છે. તે પર્સ, બેગ સહિત કોસ્મેટિક સાથે જોડાયેલી ડઝન પ્રોડક્ટ બનાવે છે. જેનાથી વર્ષે 50 લાખ સુધીની તે કમાણી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here