Tuesday, September 28, 2021
HomeEDને નીરવના 173 પેઇન્ટિંગ્સ અને 11 કારની હરાજીની પીએમએલએ કોર્ટે મંજૂરી આપી
Array

EDને નીરવના 173 પેઇન્ટિંગ્સ અને 11 કારની હરાજીની પીએમએલએ કોર્ટે મંજૂરી આપી

નવી દિલ્હીઃ લંડનના વેસ્ટમિનિસ્ટર કોર્ટ દ્વારા વોરન્ટ જાહેર થયાના થોડાં દિવસ બાદ જ ભાગેડૂ ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે. આજે 20 માર્ચના રોજ જ નીરવ મોદીને વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવશે. ઇડીના સૂત્રોથી પ્રાપ્ત જાણકારી અનુસાર, ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ) કોર્ટથી નીરવ મોદીની 173 પેઇન્ટિંગ્સ અને 11 કાર્સની હરાજી કરવાનો પણ આદેશ મળ્યો છે. નીરવ મોદીની ધરપકડને ભારતના દ્વારા એક મોટી કૂટનીતિક જીત પણ માનવામાં આવે છે.

પ્રત્યર્પણ અંગે કોઇ જાણકારી નહીં
મેટ્રોપોલિટન કોર્ટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, નીરવ દીપક મોદીની ભારતીય પ્રશાસનના પક્ષ તરફથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ગુરૂવાર એટલે કે, 19 માર્ચ હોલબોર્નમાં થઇ હતી. આજે 20 માર્ચે તેને વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે, નીરવ મોદીના પ્રત્યર્પણને લઇને હજુ સુધી કોઇ વાત સ્પષ્ટ થઇ શકી નથી. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં હાજર થયા બાદ સ્પષ્ટ થઇ જશે કે, નીરવ મોદીને ભારતમાં ક્યારે અને કેવી રીતે લાવવામાં આવશે.
13 હજાર કરોડના કૌભાંડનો આરોપ
ઉલ્લેખનીય છે કે, ગત 15 માર્ચના રોજ નીરવ મોદીની પત્ની એમી મોદીના પણ બિન-શરતી વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મોદી વિરૂદ્ધ પીએમએલએ કોર્ટના જસ્ટિસ એમએમ આજમીએ વોરન્ટ જાહેર કર્યુ હતું.

ગત વર્ષે મુંબઇમાં પંજાબ નેશનલ બેંકના બ્રેન્ડી હાઉસ બ્રાન્ચથી અંદાજિત 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં મુખ્ય બે આરોપી હતા. એક નીરવ મોદી હતો અને બીજો આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોક્સી પણ છે. થોડાં મહિના પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં મેહુલ ચોક્સીએ  એન્ટીગુઆની સિટિઝનશિપ સ્વીકાર હોવાની વાત સામે આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments