ખુલાસો : ઇડીનો દાવો- માલ્યાને નકલી કંપની થકી પૈસા મોકલાતા હતા

0
36

નવી દિલ્હી: ઇડીએ દાવો કર્યો છે કે ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને નકલી કંપની થકી ભારતમાંથી પૈસા મોકલાતા હતા. ફંડ ટ્રાન્સ્ફરનો આ મામલાનો ઇડીએ ગત સપ્તાહે બેંગ્લુરુમાં વી શશિકાંત અને તેના પરિવારને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં ખુલાસો થયો. શશિકાંત માલ્યાનો વિશ્વાસુ હોવાના પુરાવા મળ્યાનો પણ ઇડીએ દાવો કર્યો છે. શશિ બનાવટી કંપની ઊભી કરી માલ્યાને પૈસા મોકલતો હતો.

દરમિયાન વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવા સામેની અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી 2 ઓગસ્ટે થશે. સુપ્રીમે સોમવારે સુનાવણી ટાળી દીધી હતી. માલ્યાએ પોતાની અરજીમાં કહ્યું કે તેના પરિવારજનોના માલિકી હકવાળી સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ અરજી આવી હતી.માલ્યા વતી વરિષ્ઠ વકીલ ફલી એસ. નરિમને દલીલો કરી હતી. આ વર્ષે પાંચ જાન્યુઆરીએ ખાસ કોર્ટે માલ્યાને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કર્યો હતો ત્યાર બાદ ઇડીએ તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here