દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા છે. આટલું જ નહીં, EDએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી.
અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચેની વોટ્સએપ ચેટની વિગતો ચાર્જશીટમાં આપવામાં આવી છે. એવો આરોપ છે કે કે કવિતાના પીએ વિનોદ દ્વારા ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને 25.5 કરોડ રૂપિયા મોકલ્યા હતા. EDનું કહેવું છે કે ચેટથી સ્પષ્ટ છે કે વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.