સુશાંત કેસ મામલે EDએ શરૂ કરી તપાસ, રિયા ચક્રવતીની થશે પુછરપછ

0
4

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ ચાલી રહી છે. સુશાંતના પિતા કે કે સિંહે એફઆઈઆર દાખલ કર્યા બાદ બિહાર પોલીસે તપાસ ધમધાવી છે. એફઆઇઆરમાં કે કે સિંહે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં સુશાંતના ખાતા માંથી 15 કરોડ પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે હવે EDએ તપાસ હાથ ધરી છે. EDએ સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ કેસ દાખલ કર્યો છે.

જણાવી દઇએ, આ પહેલા EDએ પટણા પોલીસ પાસેથી સુશાંત કેસની કોપી માંગી હતી. ઇડીના અધિકારીઓ જણાવ્યા મુજબ, સમગ્ર માહિતી મેળવ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં રિયા અને તેના કુટુંબીઓની પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવશે.

નોંધનિય છે કે, સુશાંત સિંહ રાજપૂતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવારના 6 સભ્યો પર પુત્રને આત્મહત્યા કરવા ઉશ્કેર્યાનો આરોપ લગાવ્યો હતો. તેની સામે મંગળવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સુશાંત કેસમાં બિહાર પોલીસે વિવિધ કલમો 341, 342, 380, 380, 420 અને 306 જેવી કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે