- Advertisement -
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટમાં ફરી અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ગોંડલ હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. શેમળા પાસે અન્ય ટ્રક સાથે ટક્કર થતા ટેન્કરમાંથી તેલ ઢોળાયું હતુ. અકસ્માત બાદ તેલ લેેવા સ્થાનિકોમાં પડાપડી થઈ હતી. સ્થાનિક લોકો બાલ્ટી, કેન સહિત વાસણો લઇને તેલ લેવા પહોંચ્યા હતા. આ કોઈ એક ઘટના નથી આ પ્રકારની ઘટના અગાઉના સમયમાં પણ બની છે.