Sunday, March 16, 2025
HomeગુજરાતGUJARAT: સુરતની પાપલજ ફોરેન ટ્રેડ LLPમાં EDની રેઇડ

GUJARAT: સુરતની પાપલજ ફોરેન ટ્રેડ LLPમાં EDની રેઇડ

- Advertisement -

સંભવિત 2800 કરોડના મની લોન્ડરીંગના આશંકાના આધારે ડીરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઈડી)ની ટીમે સુરતની જ્વેલરી પેઢી મે.પાપલજ ફોરેન ટ્રેડ પેઢીના ભાગીદારો સોમાભાઈ સુંદરભાઈ મીના અને ઓજસકુમાર મોહનલાલ નાઈક સાથે સંકળાયેલા ધંધાર્થીઓના સુરત, વડોદરા, મુંબઈ તથા પુણેના ધંધાકીય સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.જે દરમિયાન પેઢીના ભાગીદારોને ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો તથા ઈલેકટ્રોનિક્સ ડીવાઈસ કબજે કરવામાં આવી છે.ઈડીના અધિકારીઓની ટીમની પ્રારંભિક તપાસમાં મે.પાપલજ ફોરેન ટ્રેડ એલએલપી દ્વારા મોટા પાયા પર ડાયમંડના આયાત-નિકાસમાં ઓવરવેલ્યુશન દર્શાવીને વિદેશમાં મોટા પાયા પર શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો કરીને નાણાં મોકલ્યા હોવાનું ખુલવા પામ્યું છે. સુરત ખાતે જ્વેલરી એક્સપોર્ટ- ઈમ્પોર્ટ સાથે સંકળાયેલી મેસર્સ પાપલજ ફોરેન ટ્રેડ એલએલપી દ્વારા જુલાઈ-2023 થી માર્ચ-2024 દરમિયાન આયાતી ડાયમંડનું ઓવર વેલ્યુએશન કરીને કુલ રૃ.2800 કરોડ બહાર મોકલ્યા હતા.

તદુપરાંત ઈડીની તપાસમાં મે.પાપલજ ફોરેન ટ્રેડ એલએલપીની સુરત, દિલ્હી, મુંબઈ તથા પુણે જેવા શહેરોમાં સ્થિત કેટલીક અસ્તિત્વ ન ધરાવતી પેઢીઓ મારફતે રૃ.2800 કરોડના નાણાં મેળવ્યા છે.તદુપરાંત હોંગકોંગ સ્થિત આઠ પેઢીઓને પણ મોકલવામાં આવ્યા છે.ઈડીની સર્ચ દરમિયાન ખુલવા પામ્યું છે કે મે.પાપલજ ફોરેન ટ્રેડ એલએલપીને ટ્રાન્સફર કરવામાં આવેલા રૃ.2800કરોડ મોકલનાર શેલ કંપનીઓ છે.તેણે હીરાની ખરીદ વેચાણન આડમાં શંકાસ્પદ જટીલ ડાયમંડને ખરીદ- વેચાણના વ્યવહારોને વેબ દ્વારા શેલ કંપનીઓને આવાસની એન્ટ્રીઓ સુવિધા પુરી પાડતી હતી.હાલમાં ઈડીની તપાસ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular