Monday, October 18, 2021
Homeશિક્ષણ :​​​​​​​ આગામી દિવસોમાં રાજ્યમાં 9710 શિક્ષકો અને 927 અધ્યાપકોની ભરતી કરવામાં...
Array

શિક્ષણ :​​​​​​​ આગામી દિવસોમાં રાજ્યમાં 9710 શિક્ષકો અને 927 અધ્યાપકોની ભરતી કરવામાં આવશે

રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં શિક્ષકો તેમજ પ્રોફેસરોની ભરતીને લઈને અનેકવાર ચર્ચાઓ થતી હોય છે. સાથે જ ઘણા શિક્ષકો ભરતીની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકો-પ્રોફેસરોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. જેમાં આગામી સમયમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં કુલ 3900 શિક્ષકો તેમજ ઉચ્ચતર માધ્યમિક 5810 સહાયકોની ભરતી કરવામાં આવશે.

વિધાનસભામાં શિક્ષણ વિભાગના બજેટની ચર્ચાના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યા સહાયકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 5810 શિક્ષણ સહાયકો મળી કુલ 9710 શિક્ષકોની ભરતી કરવામાં આવશે જ્યારે કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે. હાઇકોર્ટ અને અન્ય કોર્ટોમાં પણ 484 જગ્યાઓની ભરતી કરવા સરકારે બજેટમાં 11.18 કરોડની જોગવાઇ કરી હોવાનું કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષ-2009-10 પછી માત્ર શિક્ષણ સહાયકની જ ભરતી રાજ્યની કેન્દ્રિય ભરતી સમિતી દ્વારા કરી છે. પરંતુ જુના શિક્ષકોની ભરતી નહી કરીને અન્યાય કર્યો હતો. ત્યારે હાલમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી કે ખાલી થનાર જગ્યાઓનું વર્ગીકરણ કરી જે તે જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરીમાંથી મધ્યસ્થ ભરતી સમિતિએ આંકડા મેળવવામાં આવશે. ત્યારબાદ જાહેરાતમાં શિક્ષણ સહાયક અને જુના શિક્ષક તેવી સ્પષ્ટ જોગવાઇ કરવાની માંગણી શિક્ષકોમાં ઉઠી હતી.

રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘોની સંકલન સમિતિની લેખિત રજુઆતને પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વર્ષ-1999ના ઠરાવથી ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની પસંદગી કે ભરતી માટે કાર્ય પદ્ધતિ નક્કી કરીને ઠરાવ સ્વરૂપે અમલમાં મુકી હતી. જેના માટે પ્રત્યેક શાળામાં સ્ટાફ મસ્ટરના આધારે ભરવાપાત્ર જગ્યાઓના ક્રમ નક્કી કર્યા છે. જેમાં પ્રથમ, પાંચમી અને નવમી જગ્યા જુના શિક્ષક માટે જ્યારે બીજી, ત્રીજી, ચોથી, છઠ્ઠી, સાતમી અને આઠમી જગ્યા શિક્ષણ સહાયકથી ભરવી. તેના માટે જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંસ્થાને ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments