રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શિક્ષણમંત્રીની ભાજપના કાર્યકરો સાથે બેઠક.

0
8

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓની મિટિંગ લેવામાં આવી હતી. આ મિટિંગમાં ભાજપના કાર્યકર્તાઓને પેઈજ પ્રમુખ અંગેનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, અઘરી લાગતી બેઠક પણ પેઈજ પ્રમુખના આયોજનથી જીતી શકાશે.

ભાજપના કેટલાક કાર્યકરો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યાં
ભાજપના કેટલાક કાર્યકરો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યાં.
તાલુકા મથકે પેઈજ પ્રમુખની ગોઠવણી ચાલી રહી છેઃ શિક્ષણમંત્રી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે ગત પેટા ચૂંટણીમાં આઠ બેઠકો કોંગ્રેસની હોવા છતાં પણ તેના પર ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ભાજપ કામ, નામ અને આયોજનથી જીતશે, અઘરી લાગતી બેઠકો પણ પેઈજ પ્રમુખના આયોજનથી જીતી શકાશે તેવો દ્રઢ નિર્ધાર છે. તાલુકા મથકે પેઈજ પ્રમુખની ગોઠવણી ચાલી રહી હોય આ સંગઠન શાસ્ત્રની નવી પદ્ધતિ છે તેવું અંતમાં જણાવ્યું હતું.

 

મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મંચ પર બેઠેલા ભાજપના નેતાઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. સાથોસાથે ભાજપના કાર્યકરોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભઆવ જોવા મળ્યો હતો. તેમજ કેટલાક કાર્યકરોએ માસ્ક ગળે લટાવેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બેઠકમાં સુલતાનપુર ગામના પૂર્વ સરપંચ કાકુભાઈ વાછાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here