બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા પ્રાથમિક શાળામાં રૂમો જર્જરિત થતા બાળકોને ખુલ્લામાં અભ્યાસ માટે મજબુર બનવું પડ્યું છે. જેમાં માત્ર 2 રૂમમાં 260 બાળકો અભ્યાસ કરી રહા છે.સૌ ભણે સૌ આગળ વધે તેવા નારા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે ફાળવવામાં આવે છે ત્યારે શું શિક્ષણ નું સ્તર ઊંચું આવ્યું છે તે એક મોટો પ્રશ્ન છે.
અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નહીં:
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની દેલવાડા પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ આવેલ છે અને અંદાજિત 260 જેટલા બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં કુલ 11 રૂમ છે પણ 2015માં અને 17માં આવેલા પુરના કારણે રૂમ ડેમેજ હોવાના કારણે બાળકોને શિક્ષણ બહાર લીમડા નીચે બેસાડીને આપવામાં આવે છે. શાળાના સંચાલકોનું કહેવું છે કે, 2 વર્ષથી 4 રૂમ જર્જરિત હોવાનું સર્ટી આવેલ છે અને અન્ય રૂમો પણ જર્જરિત છે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
શાળાના શિક્ષકો અને આચર્ય દ્વારા દિયોદર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત અનેક રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી તંત્ર આ શાળાની મુલાકાતે પણ આવ્યું નથી સરકાર વાતો કરે છે કે, શિક્ષણનું સ્તર ઉંચુ લાવો પણ શું આ ગતિશીલ ગુજરાતમાં આ રીતે શિક્ષણનું સ્તર ઉંચુ આવશે? જર્જરિત શાળા મામલે હવે ગ્રામજનો પણ બાયો ચડાવી છે અને શાળાને તાળા બંધી કરીને રૂમ બનાવવાની માંગ સાથે અડગ થયા છે. ત્યારે હવે જોવાનુંએ રહે છે કે, તંત્ર ક્યારે આ મામલે જાગે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, પુર વખતે આ ઓરડાઓ ડેમેજ થયા છે હાલ બનાસકાંઠામાં કુલ 1100 ઓરડાઓની ઘટ છે ગયા વર્ષે 200 ઓરડાઓ પાસ કરવામાં આવ્યા હતા હાલ દેલવાડા પ્રા. શાળામાં ઓરડાઓ બનાવવા માટે ઉપરથી મંજૂરી મળે એટલે અમે એની મંજૂરી આપશું અને બને એટલા ઝડપી અમે આ મંજૂરી આપી અને સમસ્યાનું સમાધાન કરીશું રૂમો બનાવી આપવા બાંહેધરી દર્શાવી હતી.
વાલીઓએ શાળાને તાળાં મારી ધરણા કરતાં તંત્ર પડ્યું ઢીલુ:
જોકે વાલીઓએ વારંવાર રજુઆત કરતા કોઇ જાતને સંસદ દ્વારા મંજૂરી ન મળતાં આજે તેઓએ શાળાના બાળકોને અભ્યાસથી વંચિત રાખી શાળા બહાર કાઢી રૂમને તાળાં મારીને ધરણા પર બેઠા હતા તેમનું કહેવું છે કે, જો 20 દિવસ સુધી શાળામાં ઉડાવો નહીં મંજુર થાય તો તેઓ બાળકોને અભ્યાસથી વંચિત રાખી વિરોધ કરશે ત્યારે તેમને ચીમકી ઉચ્ચારી હતી કે, ડેમેજ થયેલા ઓરડાઓ પાસ કરવામાં આવે છે જેના કારણે બાળકોનો અભ્યાસ પણ ના બગડે.
આજે ધરણા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાલુકા શિક્ષણ અધિકારીને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલીને ગામલોકોને સમજાવટ આપે અને ઓરડાઓ બનાવી આપવાની ખાત્રી આપતા ગામ લોકોએ તાળાબંધી ખોલી શાળાને ફરીથી શરૂ કરી હતી. વાલીઓ અને સ્થાનિકોએ વીસ દિવસ સુધી ઓઢવ જો પાસ નહીં થાયતો ફરીથી વિરોધ કરવાની ચીમકી આપી હતી.