બળતરા, ડ્રાયનેસને દૂર કરી આંખોની રોશની વધારવા માટેના અસરકારક ઉપાય

0
15

આપણી નજર કમજોર હોવી એક સામાન્ય ઘટના બની ગઇ છે. આયુર્વેદ કદાચ આંખોની રોશની વધારવાની સૌથી સરળ અને સૌથી પ્રાકૃતિક પદ્ધતિ છે. આ સાથે જ સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ જેમ કે લેપટોપ અને મોબાઇલ પર કલાકો સુધી સમય વિતાવવાને કારણે થતી આંખોમાં બળતરા અને ડ્રાયનેસને દૂર કરવા માટે પણ આયુર્વેદિક ઉપાય ઘણો અસરકારક સાબિત થઇ શકે છે. જાણો, આંખોની સમસ્યાઓ દૂર કરવાની સાથે સાથે આંખોની રોશની કેવી રીતે વધારી શકાય છે? મોટાભાગના લોકોએ કમજોર રોશનીની સમસ્યાથી બચવા માટે ચશ્મા અને કૉન્ટેક્ટ લેન્સ પહેરાવાનું શરૂ કરી દીધું છે. પરંતુ મોટાભાગના લોકોને ચશ્મા પહેરવા ગમતા જ નથી.

આંખોમાં બળતરા થવા પર કેટલાક લોકો આંખો માટે ઘરેલૂ ઉપચાર કરે છે, પરંતુ દરેક ને ખબર નથી હોતી કે આંખોની રોશની સુધારવા માટે શું કરવું જોઇએ. કેટલાક આયુર્વેદિક ઉપચાર આંખોની રોશનીને ઇમ્પ્રૂવ કરવામાં તમારી મદદ કરી શકે છે.

આંખોની રોશની સુધારવા માટેના આયુર્વેદિક ઉપચાર

1. જિન્કગો લિબોલા

આ જડી-બૂટ્ટી આંખોની રોશની સુધારવા માટે એક આયુર્વેદિક ઉપાયની જેમ કામ કરી શકે છે. દ્રષ્ટિમાં સુધારો ઉપરાંત આ તમને ગ્લુકોમાથી પણ બચાવવામાં અસરકારક સાબિત થઇ શકે છે. કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ રેટિનોપૈથી માટે પણ ફાયદાકારક હોઇ શકે છે. આ જડી-બૂટ્ટી બાળકો અથવા ડાયાબિટીસના દર્દીઓને આપવી જોઇએ નહીં. આ જડી-બૂટ્ટીની પસંદગી કરતા પહેલા પોતાના ડૉક્ટર પાસેથી તપાસ કરાવી લેવું જોઇએ કે તમે આ ઔષધિનો ઉપયોગ કરી શકશો નહીં.

2. આંખોના વ્યાયામ કરો.

કેટલીક આંખોની કસરત તમારી આંખને વધુ ફ્લેક્ક્ષીબલ બનાવવામાં મદદ કરે છે.. આ આંખોમાં બ્લ્ડ સર્ક્યુલેશનમાં સુધારો કરી શકે છે અને તમારી આંખોની રોશનીને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. વ્યાયામ આંખો પરનો તણાવ ઓછો કરે છે અને તમારી એકાગ્રતાની શક્તિમાં પણ સુધારો કરી શકે છે. એટલા માટે તમે તમારી આંખોને ક્લોકવાઇઝ ડાયરેક્શન અને એન્ટીક્લૉકવાઇઝ ડાયરેક્શન એમ બંને દિશાઓમાં થોડીક સેકેન્ડમાં ફેરવી શકો છો. પોતાની આંખોને થોડોક આરામ આપવા માટે વચ્ચે બ્લિંક કરતા રહો. તમે પાંપણો ફડફડાવાનો પ્રયાસ પણ કરી શકો છો. વારંવાર 20 થી 30 સેકેન્ડ માટે પોતાની આંખોને ઝડપથી ખોલ-બંધ કરો.

3. વરિયાળી

આ જડી-બૂટ્ટીમાં પોષક તત્ત્વ અને એન્ટીઑક્સિડેન્ટ આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. જેના માટે એક ગ્રાઇન્ડરમાં એક કપ બદામ, વરિયાળી અને ખાંડ મિક્સ કરો અને આ પાઉડર દળી લો. સૂતાં પહેલા એક ચમચી આ ચૂર્ણને એક ગ્લાસ દૂધની સાથે મિક્સ કરીને ખાઓ. આ ઉપાય 40 દિવસો સુધી અજમાવી જુઓ અને પોતાની દ્રષ્ટિમાં થતો સુધારો જુઓ.

4. બદામ

બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન-E અને એન્ટીઑક્સીડેન્ટ સ્વાભાવિક રીતે તમારી દ્રષ્ટિમાં સુધારો કરી શકે છે. તે તમારી સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં સુધારો કરવામાં પણ મદદ કરે છે. તેના માટે તમે બદામ ખાઇ શકો છો અથવા તો પલાળેલા બદામની પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેને એક ગ્લાસ દૂધની સાથી પી શકો છો. થોડાક મહિનાઓ સુધી દરરોજ આ પ્રકારે કરો, જ્યાં સુધી તમે થોડોક સુધારો ન જોઇ લો.

5. જંગલી શતાવરી

આયુર્વેદમાં આ જંગલી શતાવરી છે જે આંખોની રોશનીમાં સુધારો લાવવા માટે ઉત્કૃષ્ટ જડી-બૂટ્ટી છે. આ જડી-બૂટ્ટીમાં આંખોને સ્વસ્થ અને લાંબું જીવન આપવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે. એટલા માટે, એક ચમચી જંગલી શતાવરીને થોડાક મધ સાથે મિક્સ કરો અને દરરોજ એક કપ ગરમ ગાયના દૂધ સાથે તેનું સેવન કરો. થોડાક મહિના સુધી આ ઉપાય અજમાવતા રહો.

6. આમળા

આંખોની રોશની વધારવા માટે આમળા એક શક્તિશાળી આયુર્વેદિક ઉપાય તરીકે જાણીતા છે. ભારતીય આમળા વિટામિન-સીનો સૌથી ઉત્તમ સ્ત્રોતમાંથી એક છે. આ ફળ એન્ટીઑક્સિડેન્ટ અને અન્ય શક્તિશાળી પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે જે તમારી દ્રષ્ટિમાં સુધારો કરી શકે છે. આમળામાંનું વિટામિન સી રેટિના કોશિકાઓના કામકાજમાં સુધારો કરી શકે છે અને સ્વસ્થ કોશિકાઓને પ્રોત્સાહન આપે છે. તેના માટે અડધા કપ પાણીમાં થોડીક ચમચી આમળાનો રસ મિક્સ કરો. આ રસને દિવસમાં બે વાર, સવાર અને સાંજ પીવાનું રાખો. આ જ્યુસનું સેવન મધની સાથે પણ કરી શકાય છે..

આંખ મનુષ્ય શરીરનું ખૂબ જ સંવેદનશીલ અંગ છે તેનાં માટેનો કોઇ પણ ઉપચાર અજમાવતા પહેલાં તમારા ડૉક્ટરની અથવા કોઇ નિષ્ણાંતની સલાહ ચોક્કસપણે લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here