લદ્દાખમાં તણાવ ઓછો કરવાના પ્રયાસ : ભારત-ચીન વચ્ચે આજે જોઈન્ટ સેક્રેટરી લેવલની મીટિંગ થઈ શકે છે; આર્મી અધિકારીઓની ચર્ચામાં શાંતિ જાળવી રાખવા અંગે સહમતી થઈ હતી

0
9

નવી દિલ્હી. ભારત-ચીન વચ્ચે તણાવ ઓછો કરવા માટે આજે બન્ને દેશ વચ્ચે જોઈન્ટ સેક્રટરી લેવલની વર્ચુઅલ મીટિંગ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી ANIએ આ રિપોર્ટ આપ્યો છે. મીટિંગ થશે તો ગલવાન અથડામણ બાદ આ પહેલી ડિપ્લોમેટિક ચર્ચા હશે. અત્યાર સુધી બન્ને દેશોના આર્મી અધિકારી વચ્ચે વાત થઈ રહી હતી.

આ પહેલા સોમવારે ચીન બોર્ડર પર આવેલા મોલ્ડોમાં લેફ્ટિનેન્ટ જનરલ લેવલની મીટિંગ થઈ હતી. ત્યારબાદ મંગળવારે ભારતીય સેનાએ જણાવ્યું કે, બન્ને બાજુથી શાંતિ જાળવવા માટે સહમતી બની ગઈ છે. પૂર્વ લદ્દાખમાં અથડામણવાળી જગ્યાએથી બન્ને દેશ પોતાના સૈનિકોને પાછળ ખસેડશે.

આર્મી ચીફ લદ્દાખની મુલાકાતે, ઘાયલ જવાનોને મળ્યા 

આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે મંગળવારે લદ્દાખ ગયા હતા. તેમણે ચીન સાથે અથડામણમાં ઘાયલ થયેલા જવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સીનિયર અધિકારીઓને પણ મળ્યા હતા. તેઓ આજે પણ લદ્દાખમાં રહેશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આર્મી ચીફ આજે બોર્ડર પર તહેનાત સૈનિકો સાથે મુલાકાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here